અનોખો સંગમ:તળાજાનાં કંઠાળ ક્ષેત્રોમાં શિયાળો ગાળવા વિદેશી પક્ષીઓનું આગમન

તળાજા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠાપાણીના તળાવડાઓ, જળાશયો, ઘાંસિયા મેદાનો, ડુંગરમાળામાં જોવા મળે છે
  • શિયાળામાં સુરખાબ (ફલેમીંગો), કુંજ, પેલીકન સહીત પંખીઓનો અનોખો સંગમ

શિયાળાનું આગમન થતા જ તળાજાનાં સિધ્ધિનાથ અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં શાંત અને પ્રદુષણ રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે. તળાજાનાં કંઠાળ ક્ષેત્રો મીઠાપાણીનાં તળાવડાઓ,નાના મોટા જળાશયો, ઘાંસિયા મેદાનો, ફોરેસ્ટની કુંઢડા નજીકની વીડી તેમજ શાંત ડુંગરમાળમાં દર વર્ષે શિયાળામાં શરદ પ્રવાસી સુરખાબ (ફલેમીંગો), કુંજ, (કોમનક્રેન), પેણ (પેલીકન), સહીત તમામ પ્રકારનાં યાયાવર પંખીઓનો અનોખો સંગમ સર્જાય છે.

પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધ તથા દક્ષીણ ગોળાર્ધમાં તેમજ પૂર્વ યુરોપ,ઔસ્ટ્રેલીયા, સાઇબિરીયા, મધ્ય એશિયા વગેરે ખંડોમાં શિયાળામાં સર્જાતા કાતિલ હિમ પ્રપાતથી પ્રભાવિત સેંકડો પંખીઓની પ્રજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજારો કિ.મી ની હવાઇ ઉડાન ભરીને આપણા પ્રદેશમાં નિયમિત રીતે હુંફાળો શિયાળો ગાળવા ઉતરી પડે છે. જેમાં ખંભાતનાં અખાતમાં ભાવનગર જીલ્લા નાં 152 કિ.મીદરિયા કાંઠાઓમાં પુનમ અને અમાસની મોટી ભરતીથી સર્જાયેલ તળાવડાઓ,મીઠાના અગરો તેમજ કંઠાળ વિસ્તારની સીમમાં મીઠા પાણીનાં તળાવોનાં પ્રદુષણ રહિત વાતાવરણમાં આ યાયાવર પંખીડાઓ કિલકિલાટ સર્જી જળ ક્ષેત્રોને ગજબી મુકે છેજેને માણવામાં અદભુત ખુશી અનુભવાઇ છે.

ગોહિલવાડનાં તમામ જળપ્લાવિત ક્ષેત્રોમાં આવતા શિયાળુ મહેમાન પંખીઓને પુરતો ખોરાક, શાંત અને નિર્ભય વાતાવરણ મળી રહેતું હોવાથી વિદેશી પરોણા પંખીઓ અહિ બે થી ત્રણ માસની સ્થિરતા કરી મહેમાન ગતિ માણે છે. આખા શિયાળાની મહેમાનગતિ માણ્યા બાદ પક્ષીઓ પરત ફરે છે.

વાતાવરણ પ્રમાણે વિવિધ પ્રજાતિનું આગમન
નવેમ્બર, ડીસેમ્બર થી ફેબ્રુઆરી માર્ચ દરમિયાન તળાજા તાલુકા સહિત ગોહિલવાડની દરિયાઇ પટ્ટી અને મીઠા પાણીના જળાશયો, ઘાંસિયા મેદાનો અને પાણી નજીકની પર્વત માળાઓના શાંત વિસ્તારમાં વધતા ઓછા વરસાદ કે અન્ય કારણે વિપરીત વાતાવરણ હોય તો કેટલીક યાયાવર પંખીની પ્રજાતી અન્યત્ર ફંટાય છે પરંતુ સામાન્ય સંજોગોમાં અહી નિયમિત આવતા સુરખાબ, કુંજ, પેણ, તમામ પ્રકારની બતક, ચમચા, બગલા, કાકણ, કલકલીયો (કિંગફીશર), ગયણો બાટણો, દુધરાજ, હેરીયર, ગડેરો સહીત 30 થી 40 પ્રકારનાં પંખીઓ આવે છે.
> આર.આઇ.ઝીઝુવાડીયા, આર.એફ ઓ તળાજા વનવિભાગ

અન્ય સમાચારો પણ છે...