તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો નિર્ણય:આરાધ્યા વિદ્યા સંકુલનો 6 માસની ફી માફીનો નિર્ણય

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતનો નિર્ણય

હાલમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિ વચ્ચે સૌ કોઇ પસાર થઇ રહયાં છે.લોકડાઉનની સ્થિતિ વચ્ચે જનજીવન અસ્ત વ્યસ્ત છે જેની સીધી અસર લોકોના આર્થિક વ્યવહારો પર જોવા મળી છે.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે રાહતના અભિગમ સાથે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓના છ માસિક ફી માફીની જાહેરાત કરી પ્રેરણાદાયક પગલુ ભર્યું છે.આમ શાળા દ્વારા વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં લઇ અંદાજે રૂ.16 થી 17 લાખની ફી માફ કરાઇ છે.

શાળાઓની શિક્ષણ ફી અંગે હાલ વ્યાપક રીતે થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે તળાજાની આરાધ્યા વિદ્યા સંકુલએ શાળાના ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓની શાળા શરૂ ન થાય ત્યાં સુધી 6 માસની ફી નહીં લેવાનો નિર્ણય કરી પ્રેરણા દાયક પગલું ભર્યું છે. જેથી વાલીઓમાં રાહત થઇ છે. આ અંગે શાળા સંચાલક વૈભવ જોશીએ જણાવાયુ છે કે હાલ શાળા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ કોઈપણ પ્રકારની ફી વિના અપાઇ રહયું છે. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓના સર્વાંગી હિતને ધ્યાનમાં લઈને આ પ્રકારનો નિર્ણય લેવાયેલ છે.શાળાએ ગત વર્ષે પણ રૂ.16 લાખ જેટલી ફી માફ કરી અનુકરણીય કાર્ય કર્યું હતું. કોરોનાના સમયમાં વેપાર ધંધાને વ્યાપક અસર થઈ છે ત્યારે ફી માફીથી વાલીઓને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...