પશુપાલકોમાં ફફડાટ:નવા સાંગાણા ગામે દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું

તળાજા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંજરૂ મૂક્યા છતાં ચાલાક દીપડો ઝડપાતો નથી

તળાજાના નવા સાંગાણા ગામે દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કરતા ખેડૂતો, અને પશુપાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટે પાંજરૂ ગોઠવ્યુ હોવા છતાં દીપડો ઝડપાતો નથી, દરમિયાન ગત રાત્રે કે વહેલી સવારે નવા સાંગાણા ગામની સીમમાં આવેલ યશપાલસિંહ રઘુભા સરવૈયાની વાડીમાં વાછરડીનું મારણ કરીને દીપડો નાસી છૂટયો હોવાની માહિતી મળતાં વન વિભાગ ફરી હરકતમાં આવેલ છે.

અઠવાડિયા પહેલા નવા સાંગાણા ગામની સીમમાં આવેલ સત્યદેવસિંહ સરવૈયાના શેરડીના વાઢ વચ્ચે બે દિપડાઓએ દેખા દઈ ને સાંગાણા ગામની સીમ વાડીમાં એક પાડીનું મારણ કરેલ અને આ વિસ્તારના લોકોની માગણીથી દિપડાને પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી પરંતુ દીપડો ઝડપાયો નથી જેથી માલધારીઓ, સીમનાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.આ બાબતે વન વિભાગ દ્વારા અસરકાર કાર્યવાહી કરવાની ખાસ જરૂરીયાત છે. વનવિભાગના વનપાલ અને વનરક્ષક વગેરે ફિલ્ડ સ્ટાફ તેઓની વિવિધ માંગણીઓ ના સંદર્ભે હડતાળ ઉપર હોવાથી પાંજરૂ મુકેલ હોવા છતાં દીપડાને ઝડપી લેવા માટેની કામગીરી અસરકારક રીતે થઈ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...