વર્ષોથી તળાજા ડેપોની નિયમિત રીતે ચાલતી તળાજા (ગોપનાથ) અમરેલી રૂટની અને મુસાફરો માટે અત્યંગ ઉપયોગી સવારની તળાજા અમરેલી બસ છેલ્લા ઘણા વર્ષથી અકળ કારણોસર અનિયમિત સંચાલન કરીને બંધ કરી દેવામાં આવી છે.
એસ.ટી તંત્ર માટે ગૌરવ સમાન પાંચ તાલુકા તળાજા, પાલીતાણા, ગારીયાધાર, દામનગર, અને લાઠીનાં ગ્રામ્ય વિસ્તારને જોડતી ભાવનગર અને અમરેલી બે જીલ્લાને જોડતી આ બસ ગોપનાથથી વહેલી સવારે ઉપડી બપોરે અમરેલી પહોંચી આજ રૂટ પર પરત ફરતી એસ.ટી તંત્રને સૌથી વધુ આવક આપતી હતી. લોકપ્રિય બસ સેવા વહેલીતકે ચાલુ કરી નિયમિત રીતે તેનું સંચાલન કરવામાં આવે તેવી ઉતારૂ જનતાની માંગ ઉઠવા પામી છે.
અનેક ધાર્મિક સ્થળોને જોડે છે આ બસ
ગોપનાથ અમરેલી આ રૂટ પર પ્રખ્યાત યાત્રાધામો મોટા ગોપનાથ, તળાજા જૈનતિર્થ, બગદાણા રોડ, પાલીતાણા જૈનતિર્થ અને કાળભૈરવ ધામ, ગારીયાધારનાં વાલમરામ અને રૂપાવટી આશ્રમો, દામનગરનાં ભુરખીયા હનુમાન અને કુંભનાથ મહાદેવ વગેરે તિર્થ આવેલ હોય તમામ પ્રકારનાં તિર્થ યાત્રીઓ માટે અત્યંત ઉપયોગી હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.