તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સમસ્ત ખરક સમાજ દ્વારા સતત દસમા વર્ષે તળાજામાં યોજિત મહારકતદાન કેમ્પમાં 205 બોટલ રક્ત એકત્ર

તળાજા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સર ટી.હોસ્પીટલ બ્લડબેંકનાં સહકારથી થેલસેમિયા ગ્રસ્ત બાળકોમાટે યોજાયો કેમ્પ

તળાજા ખાતે રવિવારે મહારકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 205થી વધુ રકતદાતાઓએ રેકોર્ડબ્રેક રકતદાન કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતુ. સમસ્ત ખરક સમાજ દ્વારા તા.27/12/20 રવિવારે તળાજા સમસ્ત ખરક જ્ઞાતિની વાડીમાં સતત દસમાં વર્ષે યોજાએલ મહા રકતદાન શિબીરમાં કુલ 205 રકતદાતાઓએ પોતાના અમુલ્ય રકતનું દાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો. સર ટી.હોસ્પીટલ બ્લડબેંક ભાવનગરનાં સહકારથી થેલસેમિયા ગ્રસ્ત બાળકોનાં લાભાર્થે યોજાએલ આ શિબીને પ્રોત્સાહન પધારેલ સમસ્ત ખરક સમાજનાં અગ્રણીઓ, જ્ઞાતિજનો,તળાજા શહેર-તાલુકાની વિવિધ સંસ્થાનાં આગેવાનો, સમાજનાં યુવાનો અને રકતદાતાઓનો ખરક સમાજનાં પ્રમુખ ભરતભાઇ એન. ઠંઠએ ધન્યવાદ વ્યકત કર્યો હતો. આ કેમ્પમાં રેકોર્ડબ્રેક રકતદાન કરનાર દરેક રકતદાતાઓને સમાજ દ્વારા પ્રોત્સાહક સ્મૃતિ ભેટ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો