ચોમાસુ વાવેતર:લાંબા વિરામ બાદ હવે તળાજા તાલુકામાં ખરીફ વાવેતરને મેઘ મહેરની જરૂરીયાત

તળાજા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝંખના }કુલ વાવેતરના 75% માં મુખ્ય પાકો તરીકે કપાસ, મગફળીનું સમાન વાવેતર
  • જીલ્લાનાં કુલ વાવેતરમાં તળાજા તાલુકાનું 60,040 હેકટરમાં ચોમાસુ વાવેતર

આ વર્ષે ચોમાસાની સમયસરની શરૂઆત અને જુન-જુલાઈ માસમાં મેઘરાજાની ધીમી ધારે કૃપા રહેતા તળાજા તાલુકામાં ઓગસ્ટની શરૂઆત માંજ ખરીફ સીઝનનું વાવેતર સંપન્ન થયેલ છે. ભાવનગર જીલ્લાનાં કુલ અંદાજીત 4,11,592 હેકટરનાં વાવેતરમાં તળાજા તાલુકાનું 60,040 હેકટરનાં ચોમાસુ વાવેતરમાં મુખ્ય રોકડીયા પાકો તરીકે મગફળી અને કપાસનું લગભગ 75 ટકા વાવેતર થયેલ છે.

જયારે બાકીનાં 25 ટકા વાવેતરમાં બાજરી, તલ, મકાઈ શેરડી, કઠોળ પાકો, ચાલુસાલ ચોમાસાનાં સંતોષકારક પ્રારંભ,સમયસરનો વરાપ રહેતા તેમજ થોડા સમયના મેઘ વિરામ બાદ તાજેતરમાં સૌરાષ્ટ્ર તેમજ ભાવનગર જિલ્લામાં ચોમાસુ સક્રિય થવાના એંધાણ જોતા તળાજા તાલુકાનાં ધરતીપુત્રોમાં સમયસર વરસાદ થશે તેવી આશા બંધાણી છે.

તળાજા તાલુકાના સરેરાશ 570 મી.મી.વરસાદ સામે 4 સપ્ટેમ્બર સુધીમાં 371 મી.મી.(65 ટકા) વરસાદ વરસી ગયો છે. ઉપરાંત હજુ વરસાદના ધોરી નક્ષત્રો બાકી છે અને વરસાદ ખેંચાય તો ઘણા ખરા વિસ્તારમાં કુવાનાં તળ સારા હોવાથી આવા ખેડૂતોએ જાતે પિયત આપવાની તૈયારી કરી લીધી છબે, ઉપરાંત જરૂરી જણાય તો શેત્રુંજી નહેર કમાંડ વિસ્તારમાં નહેર દ્વારા ખરીફ પાકને પિયત આપી શકાય તેવી સ્થિતિ છે.

તળાજા તાલુકામાં ચાલુ સાલ ખરીફ સીઝનમાં 60,040 હજાર હેકટરમાં ખરીફ વાવેતર થયેલ છે જેમાં મુખ્ય પાકોમાં મગફળીનું 22772 હેકટર, કપાસનું 22697 હેક્ટર જુવાર(ઘાસચારો) 6375 હેકટર અને બાજરીનું 3775 હેકટરનું ઉપરાંત અન્ય પાકોમાં શેરડી 944 હેકટર, મગ 721હે., તલ 484, હે.અને મકાઈનું 434 હેકટરમાં વાવેતર થયેલ છે.

ગુંદરણા પંથકના ખેડૂતો સારા વરસાદની રાહમાં
છેલ્લા ઘણા દિવસોમાં વરસાદ ન પડવાના કારણે મગફળીનો પાક તથા કપાસનો પાક પાણી વગર લસાવા (સુકાવા) લાગ્યો છે આ દિવસોમાં મગફળીનો પાક તેમના મૂળમાં સુયા મુકતા હોય છે જેથી મગફળીના પાકમા સારો ઉતારો થાય છે આથી સુયા મુકવાના સમયે જ વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.

​​​​​​​ગુંદરણા પંથકમાં અનેક ખેડૂતોના મગફળીના પાકના ઉપરના પાંદડા સુકાવા લાગ્યા છે આથી ચોમાસા દરમિયાન પણ ખેડૂતોને મગફળીના પાકમાં તેમજ કપાસના પાકમાં ફુવારા સિસ્ટમથી મગફળી તથા કપાસને પાણી પાવું પડે છે એ રીતે ખેડૂત પોતાના પાકની માવજત કરે છે અને ખેડૂતો ચિતામાં મુકાઈ ગયા છે આથી ગુંદરણા પંથકના ખેડૂતો સારા વરસાદની મિટ માંડીને બેઠા છે જો આ પંથકમાં સારો વરસાદ નહીં થાય તો મગફળી તથા કપાસનો પાક બળી જાય તેમ છે

અન્ય સમાચારો પણ છે...