તળાજાની જનતાની લાંબા સમયની માંગણીના અનુસંધાને તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.35 લાખનાં ખર્ચે અતિ આધુનિક આઇ.સી.યુ સાથેની એમ્બયુલન્સનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરનાં અદ્યક્ષસ્થાને તથા રાજયસભાના સાંસદ તથા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા, દિલ્હીના પ્રભારી શકિતસિંહ ગોહિલનાં હસ્તે કરાયુ હતુ.સુવિધા સાથેની અદ્યતન એમ્બ્યુલન્સથી તળાજાની જતનાની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થશે.
આ અવસરે વિવિધ વકતાઓએ તળાજા શહેર તાલુકાની આમ જનતા અને દર્દીનારાયણની સુવિધા માટે અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા તળાજાના સામુહીક આરોગ્ય કેન્દ્ર માટે ધારાસભ્ય કનુભાઇએ તળાજાની જનતાને પોતાના પરિવાર સમજીને અથાક પ્રયત્નોથી પ્રાપ્ત કરાવી "'માનવ સેવા એજ પ્રભુ સેવા"' નાં સુત્ર સાથે આમ જનતાની આરોગ્યલક્ષી અને લોક કલ્યાણની ભાવનાને બિરદાવી હતી.
આ લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્યો અમરીશભાઇ ડેર (રાજુલા), હર્ષદભાઇ રાબડીયા (વીસાવદર), રાજેશભાઇ ગોહિલ (ધંધુકા), પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઇ કળસરીયા, કોંગ્રેસ અગ્રણી દિલીપસિંહ ગોહિલ, નાનુભાઇ વાઘાણી તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ઉપસ્થિત રહયા હતા.
લોકાર્પણ કાર્યક્રમમાં મહેમાનોનું વિશિષ્ટ સન્માન
તળાજા સામુહીક આરોગ્ય કેન્દ્રને અદ્યતન આઇ.સી.યુ સુવિધા સાથેની એમ્બ્યુલસના લોકાર્પણ સમયે સમારંભના અઘ્યક્ષ જગદીશભાઇ ઠાકોર અને ઉદઘાટક શકિતસિંહ ગોહિલને વિકાસની પરિભાષા સમાન અલંગની સ્ટીમ્બરનાં સ્ટીયરીંગ વ્હીલ મોડલ તેમજ સાફો, તલવાર, અર્પણ કરેલ તેમજ અન્ય તમામ મહાનુભાવાનોને મારી પ્રજાનું કલ્યાણ હજોની ભાવનાવાળા ભાવનગરના નેકનામદાર મહરાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અર્પણ કરીને વિશિષ્ટ સન્માન કરાયુ હતુ.
વિનામુલ્યે યોજાતા નેત્રયજ્ઞને બિરદાવાયો
આ સમારંભ દરમિયાન વિવિધ વકતાઓએ આમ જનતાની આરોગ્યલક્ષી જરૂરીયાત અને દરિદ્રનારાયણો માટે અત્યંત જરૂરી હોવા છતા પોતાની સરકાર હોવા છતા અગાઉનાં ધારાસભ્યો જે નથી કરી શકયા તેવી અદ્યતન એમ્બયુલન્સની સેવા મેળવીને ઉપયોગી થવાની ધારાસભ્ય કનુભાઇનાં પ્રયત્નોને બિરદાવી પોતાનાં વતનમાં વર્ષોથી વિનામુલ્યે નેત્રયજ્ઞ યોજીને તેમનાં આરોગ્યલક્ષી સાતત્યપૂર્ણક કાર્યને પણ બિરદાવેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.