તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંટણી માટે ગતિવિધી:તળાજા પાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ-કોંગ્રેસમાં ગતિવિધી તેજ

તળાજા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકામાં ભાજપના 14 અને કોંગ્રેસના 12 સભ્યોની સંખ્યા
  • પાલિતાણા ખાતે ભાજપનાં નગર સેવકોનો સેન્સ લેવાયો : કોંગ્રેસ પક્ષ દ્વારા પણ મીટીંગનો દોર શરૂ

તળાજા નગરપાલિકામાં સતા સંઘર્ષમાં ભાજપમાંથી બળવો પોકારીને કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ મેળવનાર વીનુભાઇ વેગડ તાજેતરમાં પક્ષાન્તરધારા હેઠળ સસ્પેન્ડ થતાજ જીલ્લા વહીવટીતંત્રએ તળાજા નગરપાલીકાનાં બીજા તબકકાનાં બાકી રહેલ 18 માસથી વધુ સમયની મુદત માટે નિયમાનુસાર ચુંટણી માટે ગતિવિધી તેજ બની છે.પાલીતાણા ખાતે આજે પ્રદેશ ઉપાદ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તથા જીલ્લા અદ્યક્ષ મુકેશભાઇ લંગાળીયાની વિશેષ ઉપસ્થતિમાં ભાજપનાં 14 સભ્યોનો વ્યકિતગત સેન્સ લેવાયો હતો. જો કે 14 માંથી એક સભ્ય અગાઉ મંજુરી મેળવીને ગેરહાજર રહયા હોવાનું જાણવા મળેલ છે.

પક્ષ સંગઠન સમક્ષ વ્યકિતગત અભિપ્રાયમાં ત્રણ થી ચાર સભ્યોએ પ્રમુખપદ માટે દાવેદારી કરી હોવાનું પણ જણાંઇ રહયું છે. પાલીતાણાની આજની મીટીંગનો અહેવાલ આવતી કાલે પાર્લામેન્ટરી બોર્ડ અમદાવાદ ખાતે રજુ કરાયાબાદ જે કંઇ નિર્ણય થાય તે નિયકુત નિરીક્ષક દ્વારા ચુંટણી સમયે મેન્ડેટનાં સ્વરૂપે વ્હીપ આપવામાં આવશે અને આગળનાં અનુભવ પરથી બોધ પાઠ લઇને આ બાબતે ભાજપ દ્વારા છાશ પણ ફુંકીને પીવાની નીતિ અજમાવી પુરી કાળજી લેવાઇ રહી હોય તેવું જણાઇ રહયુ઼ છે.

તળાજા નગરપાલીકા કોંગ્રેસ પક્ષ દ્વારા વિનુભાઇ વેગડને પક્ષાન્તર ધારાહેઠળ સસ્પેન્ડ કરવાનાં મુદે ન્યાયકોર્ટનો આશરો લઇ સ્ટે મેળવવા માટે પણ ગતિવિધી તેજ થઇ હોવાનું અને તેમાં સફળતા ન મળે તો બીજી રણનિતિ ઘડવા માટે મિટીંગોનો દોર શરૂ થયો છે.

ભાજપ તેના સભ્યોને સાચવવાની ફીરાકમાં
વર્તમાન સમયમાં તળાજા નગરપાલીકાનાં 28 સભ્યો પૈકી વીનુભાઇનાં સસ્પેશન બાદ અને ભાજપનાં એક સભ્ય કાયદાકીય રીતે હાજર ન રહી શકે તેમ હોવાથી 14 સભ્યોની પાતળી બહુમતિ હોઇ દરેક સભ્યોને સાચવવા એડીચોટીનું જોર અજમાવી કોઇપણ રીતે ઉંઘમાં રહેવા નથી માંગતા એમ જણાંઇ રહયું છે.

જયારે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા સ્ટે ન મળે તો પણ ભાજપ પક્ષમાંથી પ્રમુખ પક્ષનાં દાવેદારો પૈકી અસંતુષ્ટને શોધીને દાણો દાબી તોડજોડ કરી ગત મીટીંગવાળી કરી શકાય તેવી ફીરાકમાં હોય તેમ હાલ પોતાના પત્તા બ્લેક રાખ્યા છે. આ સંજોગોમાં ભાજપ દ્વારા દરેક સભ્યોને એકજુટ રાખવા કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવાય તો નવાઇ નહી કારણ કે ન્યાય કોર્ટનો વિપરીત નિર્ણય ન આવે તો બન્ને પક્ષો માટે સોમવારની રાત નિર્ણાયક રહેશે

અન્ય સમાચારો પણ છે...