તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટેમ્પા અને ટ્રક વચ્ચે અકસ્માત 1 મહિલાનુ મોત: 3ને ગંભીર ઇજા

તળાજા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

તળાજામાં છુટક મજુરી કામ કરતો પરિવાર તેમના ટેમ્પોમાં પાંચપીપળા ગામ પરત જઇ રહ્યો હતો તે દરમિયાન વેળાવદર નજીક એક ટ્રક ચાલકે ટેમ્પાને અડફેટે લેતા ટેમ્પામાં સવાર 1 મહિલાનુ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય 1 બાળક સહિત 3ને ગંભીર ઇજા થતા ભાવનગર ખસેડાયા છે.તળાજાના પાંચપીપળા ખાતે રહેતા અને છુટક ભંગાર વેચી મજુરી કામ કરતા પરિવારના 4 સભ્યો આજે તળાજાથી પાંચ પીપળા ખાતે તેમના ટેમ્પોમાં આવી રહ્યા હતા

તે દરમિયાન વેળાવદર ગામ નજીક પુરઝડપે આવી રહેલ ટ્રકે ટેમ્પોને અડફેટે લેતા ટેમ્પામાં સવાર વસંતબેન શંકરભાઇ પરમારને (ઉ.વ.40) ગંભીર ઇજા થતા તેમનુ મોત નિપજ્યુ છે જ્યારે અન્ય સુમિતાબેન મનસુખભાઇ મકવાણા, મનસુખ વેલાભાઇ મકવાણા, તથા નિતીન ભોલુભાઇ મકવાણા(ઉ.વ.8)ને ગંભીર ઇજા થતા પ્રથમ તળાજા બાદમાં વધુ સારવાર્થે ભાવનગર સર.ટી ખાતે ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો