તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:તળાજાના ગરીબ કુટુંબના યુવકનું વિજ તારથી થયેલ મોત

તળાજા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટનો 3.82 લાખનાં વળતરનો PGVCLને હુકમ

તળાજાનાં જવાહર ચોકમાં તકદીર પાન સેન્ટર નામે પાનનો ગલ્લો ધરાવતા એઝાઝ આરિફભાઇ કાચલીયા નાંમનાં યુવાનને ગત તા.4/11/2011 નાં રોજ પોતાની કેબીને ધંધો કરતો હતો. તેવામાં તેના પર વિજ કંપનનીનાં ઇલેકટ્રીક લાઇનનો જીવતો વાયર પડી જોરદાર શોર્ટ લાગતા ગંભીર સ્થિતિમાં તળાજા સરકારી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનાબાદ પી.જી.વી.સી.એલ દ્વારા મૃતક યુવાનનાં વાલી વારસોને વળતરની રકમ પેટે રૂ.50 હજારની નજીવી રકમ આપેલ જેનાંથી સંતોષ ન થતા મૃતકનાં વાલી વારસોએ પોતાનાં વકીલ વિભાકરભાઇ ત્રિવેદી મારફત ગત તા.23/1/2013 નાં રોજ ન્યાય કોર્ટમાં રૂ.6,50,000/- નું વળતર મેળવવા દાવો દાખલ કરી મૃતકનાં ગરીબ પરિવારની આર્થિક સ્થિતિની જરૂરીયાત અંગે વળતર માટે ભારપૂર્વક રજુઆતો થઇ હતી. આ કેસ તાજેતરમાં તળાજાનાં પ્રીન્સીપલ સિનિયર સિવિલ જજ વાય.આઇ.શેખની કોર્ટમાં ચાલી જતા નામદારકોર્ટએ વાદીનો દાવો આંશિક રીતે મંજુર કરી કેસ દાખલ કર્યાની તારીખથી 9 ટકાનાં વ્યાજ સાથે રૂ.3,82,000/- વાદીને વસુલ આપવાનો પી.જી.વી.સી.એલ.કંપનીને હુકમ કરેલ છે. આ ચુકાદાથી મૃતક યુવાનનાં આર્થિક રીતે ગરીબ પરિવારમાં રાહતની લાગણી છવાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો