તળાજાની નવકારમંત્ર ગર્લ્સ હાઈસ્કુલનો ત્રિવિધ કાર્યક્રમ સાથેનો વાર્ષિક ઉત્સવ તળાજા કેળવણી મંડળનાં પ્રમુખ ચેતનસિંહ વાળાનાં અધ્યક્ષ સ્થાને શાળાપરિવારની વિશાળ ઉપસ્થીતિમાં ઉજવાયો હતો. વર્ષ દરમિયાન વિવિધક્ષેત્રે સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીનીઓનું સન્માન તથા શાળાપરિવારનાં સ્નેહ મિલન સ્વરૂપે ધો.10 અને 12 ની વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવા સાથે સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન થયો.
આ અવસરે શાળાકીય પરીક્ષા, રમતગમત,વિજ્ઞાન,બૌધિકક્ષેત્રેશ્રેષ્ઠ દેખાવ કરી સિધ્ધિ મેળવનાર વિધાર્થીનીઓનું સન્માન યોજાયુ હતું તેમજ પોતાનાં શાળા જીવનનાં અનુભવો અને યાદગાર ક્ષણોને ભાવવાહી શૈલીમાં રજુ કરેલ.શાળા પરિવારએ વિદ્યાર્થીનીઓની સિધ્ધીને બિરદાવી ઉજજવળ ભાવિ કારકિર્દી માટે શુભકામનાં વ્યકત કરી હતી.
તળાજા ગર્લ્સ હાઇસ્કુલમાં તળાજા કેળવણી મંડળનાં પ્રમુખ ચેતનસિંહ વાળા તરફથી દર વર્ષની પરંપરા મુજબ શાળાનાં શ્રેષ્ઠ પરિણામો માટે શૈક્ષણીક સ્ટાફ અને વિદ્યાર્થીનીઓનાં સહિયારા પુરૂષાર્થને અનુમોદના અર્થે શાળાની 1200 થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફને શુભેચ્છા રૂપે ભોજનની પરંપરા આ વર્ષે પણ સુપેરે બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.