તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાસ્ટીક વેસ્ટ:તહેવારો ટાણે જ તળાજામાં પ્લાસ્ટીક વેસ્ટની ગંભીર સમસ્યા

તળાજા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયમોની અમલવારી કરાવવામાં આવે તો સમસ્યા ઉકેલાય
 • નિકાલ માટે કાળજી નહિ લેવાતા પ્રદુષણની માત્રા વધતી જતા આરોગ્ય માટે જોખમી બની શકે

તળાજા શહેરમાં યુઝ એન્ડ થ્રો પ્રકારનાં પ્લાસ્ટીકનાં બેહદ ઉપયોગ અને તેનાં આડેધડ નિકાલમાં સેવાતી બેદરકારીને કારણે પ્લાસ્ટીક પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉદભવે છે. હાલ નાના મોટા તમામ ધંધાઓ, કે વ્યકિતગત રીતે દરેક કામોમાં પ્લાસ્ટીકનાં ઝબલાઓ, થેલી, ગ્લાસ, ચાનાં કપ, બોટલ, દુધની કોથળી, પાણીનાં પાઉચ, પાન-મસાલા, નમકીન સહીત અનેક રીતે પ્લાસ્ટીકનો રોજીંદો ઉપયોગ થાય છે. તેમજ તેનાં ઉપયોગ બાદ જ્યાં ત્યાં ફેંકી દેવાથી ઉકરડાઓ સર્જાય છે.

તળાજામાં શહેર પથરાયેલ ભુર્ગભ ગટરનાં મેન હોલ કે પાઇપમાં પ્લાસ્ટીકનો કચરો ફસાઇ જાય ગટરનું બદબુવાળુ પાણી મેન હોલમાંથી જયાં ત્યાં ઉભરાઇને ગંદકી અને દુર્ગધ ફેલાતા મચ્છોરોનાં ઉદભવથી રોગચાળો ફેલાવવાનો ભય રહે છે.વર્તમાન સમયમાં તળાજા શહેર અને તાલુકાનાં ગામડાઓ અને ધાર્મિક સ્થળોમાં પણ વપરાશકારો દ્વારા પ્લાસ્ટીકનાં વધારે પડતા ઉપયોગ અને તેનાં નિકાલ માટે કાળજી નહિ લેવાતા પ્રદુષણની માત્રા વધતી જાય છે. જેને નિયંત્રણમાં રાખવા સબંધંતી સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ સ્થાપીત નિયમોનો કડક અમલ કરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો