રકતદાન:તળાજામાં મહારકતદાન શિબીરમાં 182 રકતદાતાઓએ કર્યું રકતદાન

તળાજા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત ખરક સમાજ દ્વારા સતત બારમા વર્ષે આયોજન
  • વેપારીઓની જનરલસભામાં સામાજિક, શૈક્ષણિક, સંગઠનનાત્મક અને સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા હાંકલ

સમસ્ત ખરક સમાજ દ્વારા રવિવારે સમસ્ત ખરક જ્ઞાતિની વાડી વાવચોક.તળાજા ખાતે સતત બારમામાં વર્ષે યોજાએલ મહા રકતદાન શિબીરમાં કુલ 182 રકતદાતાઓએ પોતાના અમુલ્ય રકતનું દાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.

સમસ્ત ખરક સમાજ દ્વારા છેલ્લા 11 વર્ષથી તળાજા ખાતે સફળતાપૂર્વક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા આરોગ્યલક્ષી અભિયાનને આગળ વધારતા તળાજા જ્ઞાતિની વાડી ખાતે સર.ટી.હોસ્પીટલ બ્લડબેંક ભાવનગરનાં સહકારથી 12 મા મહારક્તદાન કેમ્પનો સમાજના પ્રમુખ ભરતભાઈ ઠંઠ આશુતોષ અન્નક્ષેત્ર તળાજાના સંચાલક ભારદ્વાજબાપુ તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરેલ જેમાં 182 રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનુ દાન કરીને આ આરોગ્યલક્ષી સેવા શિબિરને સફળ બનાવેલ.

આ દિવસે સમસ્ત સમાજ તથા સમાજ વેપારીઓની જનરલ સભા યોજાઈ હતી, જેમાં સામાજિક, શૈક્ષણિક, સંગઠનનાત્મક અને સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિઓને સમાજ તેમજ સાર્વજનિક હિત માટે વિવિધ અભિયાનો વિશે માહિતી આપવામાં આવી હતી કેમ્પમાં રક્તનુ દાન કરનાર દરેક રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા સમાજ દ્વારા યાદગાર સ્મૃતિ ભેટ આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...