વિશેષ:તળાજા તાલુકામાં 18 મતદાન મથકો સંવેદનશિલ

તળાજા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના સાત "બુથો સખી મતદાન" મથકો : તળાજા મતદાર વિભાગમાં કુલ 2,53,514 મતદારો
  • ​​​​સખી મતદાન મથકો જાહેર કરીને તેમાં મતદાન વ્યવસ્થાનો સ્ટાફ, સિક્યુરિટી જાળવવા માટે મહિલાઓ બજાવશે ફરજ

તળાજા તાલુકામાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 265 મતદાન મથકો પૈકી 18 મતદાન મથકો સંવેદનશિલ જાહેર કરવામાં આવ્યા છે. 100 તળાજા વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા.1.ડિસેમ્બરના યોજાનાર ચૂંટણીમાં ઉભા રહેલ કુલ 10 ઉમેદવારો પૈકી મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાખીઓ જંગ યોજાશે તેમ અત્યારે જણાઈ આવે છે. તળાજા વિધાનસભાની ચૂંટણીમાં કુલ 265 મતદાન મથકો પૈકી 18 મતદાન મથકો તો સંવેદનશિલ જાહેર કરાયા છે.

આ ચૂંટણી પ્રચાર દરમિયાન છેલ્લા દિવસોમાં રાજકીય સામાજિક, સમીકરણો બદલાતા જતા હોવાથી ચૂંટણી પંચ દ્વારા તમામ મતદારો મુક્ત અને ન્યાય પૂર્ણ રીતે મતદાન કરી શકે તેમાટે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા 18 મતદાન મથકોને "ક્રિટિકલ'' (સંવેદનશીલ) જાહેર કરેલ છે.

જેમાં ભાલર ગામના 2, બુથ, પાવઠી ગામના 5 બુથ, ભદ્રાવળ નંબર 2 ગામના 1 બુથને છેલ્લી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રકઝક અને વિખવાદને કારણે તેમજ સરતાનપર બંદર ગામના 10, બુથને પ્રોહિબિશનના વધુ પડતા ગુનાઓ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉદ્દભવેલ પ્રશ્નોને કારણે મતદાન સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે "ક્રિટિકલ" જાહેર કરીને આ મતદાન મથકો પર વિડીયોગ્રાફી. પોલીસ, હોમગાર્ડ અને પેરા મિલેટ્રી ફોર્સ સહિતનો ચુસ્ત બંદોબસ્ત કરી મુક્ત અને ન્યાય પૂર્ણ ચૂંટણી થાય તેવી વ્યવસ્થા યોજાયેલ છે.

તળાજા શહેરના સાત બુથો સખી મતદાન મથકો
100 તળાજા વિધાનસભા મતદાર વિભાગમાં 1, 31, 641 પુરુષ મતદારો તથા 1, 21, 869 મહિલા મતદારો તેમજ અન્ય 4 મળીને કુલ 2,53,524 મતદારો નોંધાયેલ છે આ ચૂંટણીમાં "સ્ત્રી સશક્તિકરણ"ની મિસાલને અનુલક્ષીને 265 મતદાન બુથો પૈકી તળાજા શહેરના 7 બુથોને "સખી મતદાન મથકો" જાહેર કરીને તેમાં મતદાન વ્યવસ્થા માટેનો તમામ સ્ટાફ તથા કાયદો અને વ્યવસ્થા તેમજ સિક્યુરિટી જાળવવા માટે મહિલાઓને ફરજ સોંપાયેલ હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...