તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:ટાણા BOBની કામગીરી સામે ગ્રામજનોમાં વ્યાપક નારાજગી

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાણા ગામે આવેલ બેંક ઓફ બરોડાની કામગીરી સામે ગામલોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

સિહોર તાલુકાના મોટા ગામો પૈકીના. ટાણા ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. આ બેંક આજુબાજુના લવરડા, બુઢણા, ભાંખલ, થાળા, પીપરલા, બેકડી, ઢુંઢસર, સરકડિયા(ટાણા), ઢુંઢસર, રાજપરા (ટાણા), વાવડી(વા) સહિતના ગામોની સમ ખાવા પૂરતી રાષ્ટ્રીયકૃત બેંક છે. આ બેંક સાવ સંકડાશવાળી જગ્યાએ આવેલી છે. વાહનો માટે પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. અહીં આવતા ગ્રાહકોને બેસવા માટે કોઇ સુવિધા ઉપલબ્ધ નથી.

બેંકના સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ઓરમાયું વર્તન કરાઇ રહ્યું છે. કેટલાક લોકો પોતાની વગનો ઉપયોગ કરીને પોતાના કામ કરાવી લે છે એવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે.

ટાણા ગામની બેંક ઓફ બરોડાની શાખાની કામગીરી સામે ટાણા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોમાં ભારે નારાજગી છે. ઉપલી કચેરી દ્વારા આ અંગે શાખાના કર્મચારીઓને જરૂરી સૂચના આપવામાં આવે અને બેંકમાં આવતા તમામ ગ્રાહકોના સંતોષકારક કામ થાય તે જરૂરી છે.

આથી આ વર્તન સુધરે અને ગ્રાહકલક્ષી સુવિધાઓ શરૂ થાય તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...