તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોર મેઇન બજારના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઇલાજ કયારે

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસ્તા વચ્ચે ઉભી રખાતી લારીઓ અડચણરૂપ
 • શહેરમાં એક તો સાંકડી બજાર અને તેમાં આડેધડ વાહનોનું પાર્કીગ : વાહનચાલકોને હેરાનગતિ

સિહોરની મેઇન બજાર એક તો સાંકડી છે અને તેમાં લારીવાળાઓ અને આડેધડ પાર્ક કરાયેલાના વાહનોના ત્રાસને કારણે હટાણા માટે આવતા લોકોને ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આથી મેઇન બજારમાં સતત ટ્રાફિક જામ રહ્યા કરે છે.

સિહોરમાં સમ ખાવા પૂરતી એક માત્ર બજાર છે. આ બજાર એટલી સાંકડી છે કે ન પૂછો વાત ! આ સાંકડી બજાર તેમાં આડેધડ વાહનો પાર્ક કરવામાં આવ્યા હોય અને આડેધડ લારીગલ્લાવાળાઓનો ત્રાસ ! દુકાનની આગળ લારીવાળા ઊભા રહી જાય એટલે સાંકડી બજાર વધુ સાંકડી બની જાય. આથી વાહનચાલકો તો ઠીક રાહદારીઓને પણ મેઇન બજારમાંથી પસાર થવું બેહદ કપરું બની ગયું છે.

સિહોર મેઇન બજારમાંથી આખો દિવસ શાળાએ જતાં વિધાર્થીઓ- વિધાર્થિનીઓ, બહારગામથી ખરીદી અર્થે આવતા લોકો પસાર થતાં હોય છે. ઉપરાંત મેઇન બજારમાં જ ખરીદી માટેની મોટાભાગની દુકાનો આવેલી છે. આથી આખો દિવસ બજારમાં ખરીદી માટેની ભીડ રહ્યા કરે છે. એમાંય શુક્રવારે જીઆઇડીસી વિસ્તારમાં રજા રહેતી હોય આ જીઆઇડીસીમાં કામ કરતાં લોકો શુક્રવારે બહોળી સંખ્યામાં બજારમાં ખરીદી માટે ઊમટી પડતાં હોય છે. અને ત્યારે તો બજારમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. આથી સિહોરની મેઇન બજાર સતત આવન-જાવન કરતાં વાહનો અને રાહદારીઓથી ભરચક રહેતી હોય છે. સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી લોકો સિહોરની બજારમાં હટાણું કરવા આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં પોલીસ કડક બની લારીવાળાઓને હટાવે તે અત્યંત આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો