ચોમાસામાં સિહોર પંથકમાં એકદમ ઓછો વરસાદ પડયો છે.સમગ્ર શહેર હાલમાં મહિપરીએજના પાણી પર આધારીત છે.શિયાળના આરંભથી જ પાણી તંગી વર્તાઇ રહી છે અને છ સાત દિવસે પાણી વિતરણ કરાઇ રહયુ છે ત્યારે પાણીની બચત કરવાને બદલે તંત્રની આળસને કારણે જેલ્લા છ મહિનાથી વાલ્વમાંથી પાણી લિકેઝ થઇને વેડફાઇ રહયુ છે.એક બાજુ સિહોરવાસીઓ પાણીની તંગી ભોગવી રહયા છે અને બીજીબાજુ વેડફાઇ રહયુ છે.
જૂના સિહોરમાં રામનાથ રોડ પર એક જગ્યાએ વાલ્વમાંથી છેલ્લા છએક માસથી અમૂલ્ય પાણી વેડફાઇ રહ્યું છે.હાલમાં સિહોરના કેટલાય વિસ્તારોમાં પાંચથી સાત દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે. નગરજનો પાણી માટે શિયાળાની શરૂઆતના તબક્કે જ પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે. તો બીજી તરફ તંત્રની લાપરવાહીને કારણે જળ એ જ જીવન એવું પાણી વેડફાય રહ્યું છે. જૂના સિહોરમાં રામનાથ રોડ પર બેથી ત્રણ જગ્યાએ પાણી લિકેજ છે. આથી રોજ સવારે આમાંથી પાણી લિકેજ થાય છે. આ બધું પાણી રોડ પર રેલાયા કરે છે.
નગર પાલિકા તંત્ર કડક વલણ અપનાવીને પાણીનો વેડફાટ અટકાવશે ?
સિહોરમાં ગત વરસે સાવ ઓછો કહી શકાય એટલો વરસાદ પડ્યો છે.મેઘરાજાએ સિહોર શહેર તાલુકાને પોતાની કૃપાથી વંચિત રાખ્યો હતો. આથી આ વરસે સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકોએ પાણીનો બહુ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જ પડશે. અને એની સાથો-સાથ તંત્રએ થોડો કડપ પણ દાખવવો પડશે. લોકોને પાણી બચાવવા અપીલ કરવી. જ્યાં જ્યાં પાણીની લાઇનો કે વાલ્વ લિકેજ થતી હોય ત્યાં એ લાઇનો અને વાલ્વને સત્વરે રિપેર કરવા જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.