તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જીતુ વાઘાણીના ખેતરમાં પાણીનો ટાંકો ફાટતાં 2 મોત, મરનાર બંને મહિલા ત્યાં કપડાં ધોઈ રહી હતી

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ફાઇલ તસવીર.
  • ભાવનગરના સિહોર ગામે બનેલી ઘટના

ગામના કનાલ રોડ પર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખની માલિકીની વાડીમાં પાણીનો ટાંકો તૂટતા ત્યાં કપડાં ધોઈ રહેલ બે મહિલાના માથે દીવાલ પડતાં મોત નિપજયા હતા. સિહોરના કનાડ રોડ પર પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની માલિકીની વાડીમાં બનાવેલ પાણીનો ટાંકો અચાનક તૂટતા ટાંકાની દિવાલ ધડાકાભેર ધરાશાયી થતા નજીકમાં આવેલી ચોકડીમાં કપડા ધોઈ રહેલા તેમના ભાગીયા લક્ષ્મીબેન બુધાભાઈ જાંબુચા (ઉં.વ. 48) તથા મધુબેન ભરતભાઈ બાંભણીયા ઉમર ૫૨ પડતાં મહિલાઓને ગંભીર ઈજા પહોંચી હતી.

સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. દરમિયાનમાં આ ઘટના અંગે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વાડી તેમની માલિકીની છે પરંતુ તેઓએ છેલ્લા ઘણા વર્ષોથી આ વાડી ભરતભાઈ નામના વ્યક્તિને ચલાવવા માટે આપેલી છે. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગયેલી અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...