ખુંટીયો અથડાતા બે ભાઇઓના મોત:રંઘોળામાં બાઇક સાથે ખુંટીયો અથડાતા બે ભાઇઓના મોત

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રંઘોળા ગામ પાસે રોડ પર એક ખૂંટિયો આડો ઉતરતા બાઇક પર જઇ રહેલ બે પિતરાઇ ભાઇઓ સાથે ખંુટીયો અથડાતા બાઇક સ્લીપ થઇ જતા ગંભીર ઇજા થતા બંને યુવાનોના મોત નિપજ્યા ભારે અરેરાટી ફેલાઇ હતી.

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ફોટોગ્રાફીનું કામ કરતા નિકુલભાઇ જગદીશભાઇ મેખિયા (ઉ.વ.22) અને તેના પિતરાઇ ભાઇ આકાશભાઇ બકુલભાઇ મેખિયા (ઉ.મ.20) બાબરા ગામે ફોટો આપવા ગયા બાદ પરત આવતા મોડી સાંજે રંઘોળા ગામ પાસે પહોંચતા પાદરમાં જ ખુંટીયો ઓચીંતા દોડીને આવી તેની બાઇક સાથે અથડાઇ ગયો હતો જેથી તેઓની બાઇક સ્લીપ થઇ જતા પડી જતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. 108માં હોસ્પિટલે લઇ જતા રસ્તામાં જ તેઓનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...