ખેડૂતોમાં રોષ:વાવાઝોડાને 25 દિવસ વિત્યા છતા સિહોર પંથકમાં વાડી વિસ્તારમાં હજુ પણ અંધારા

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતું અને તેમાં ધરતીપુત્રોને ભારે નુકસાન થવા પામેલ. આ વાવાઝોડાને લાંબો સમય થયો હોવા છતાં સિહોર તાલુકાના વાડી વિસ્તારમાં હજી સુધી વીજ પુરવઠો શરૂ થયો નથી. ટાણા પીપરલા રોડ પરની એક વાડીનો થાંભલો પડી ગયેલો અને આ થાંભલો ખેડૂતે જાતે ઊભો કર્યો હોવા છતાં પીજીવીસીએલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સિહોર પીજીવીસીએલના રૂરલના નાયબ કાર્યપાલક ઇજનેર સામે રોષ વ્યાપ્યો છે.

સિહોર પીજીવીસીએલ રૂરલની કચેરીએ ફોન કરવામાં આવે છે તો જવાબ મળે છે કે ગેંગ આવશે ત્યારે લાઇટ આવશે. વાવાઝોડાને 25 દિવસ જેટલો સમય થવા છતાં લાઇટ વગર આ ધરતીપુત્રો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. સિહોર રૂરલ પીજીવીસીએલ તંત્ર સામે તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. ગ્રામ્ય પંથકમાં મંથરગતિએ વીજ રિપેરીંગનું કામ ચાલતું હોવાની ફરિયાદો ઊઠવા પામી છે.

70 ટકા પુરવઠો તો શરૂ થઇ ગયો છે કામગીરી સતત ચાલુ જ છે
વાવાઝોડાથી સિહોર ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ તો ખેતીવાડીમાં ખુબજ નુકશાન થયું છે.4 કોન્ટ્રાકટરની ગેંગ ખેતીવાડીમાં વીજ સપ્લાય શરૂ કરવા સતત કામગીરી કરી રહી છે.ખેતીવાડીમાં 1300થી વધુ વીજપોલ પડી ગયા છે પડી ગયેલા વીજપોલ ઉભા કરવાની કામગીરી થઇ રહી છે.કોઇ જગ્યાએ તો ટ્રાન્સફાર્મર પણ નીચે પડી ગયા છે.70 ટકામાં તો વીજ પુરવઠો શરૂ પણ કરી દેવાયો છે.કોઇ એક વાડીમાં કે જગ્યાએ પાવર શરૂ ન કરી શકાય પહેલા મેઇન લાઇન શરૂ થાય પછી દરેક જગ્યાએ પાવર આપી શકાય.ગ્રાહક અમને જે તે સ્થળનો નુકશાનનો ફોટો પાડી મોકલે જેથી તેમનો પ્રશ્ન શુ છે તે સમજી શકાય.> પી.સી.પંચાલ, કાર્યપાલક ઇજનેર,પીજીવીસીએલ રૂરલ

અન્ય સમાચારો પણ છે...