સેવા શરૂ કરવા માગ:બિમાર પશુઓની સારવાર માટે ટાણા ગામના પશુપાલકોને મુશ્કેલી

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાણા ગામમાં પશુઓની સંખ્યા વધુ પ્રમાણમાં
  • ​​​​​​​ટાણા ગામે​​​​​​​ 1962 નંબરની પશુ સારવાર સેવા શરૂ કરવામાં આવે તો ઝડપથી સારવાર મળી રહે

પશુઓની સારવાર માટે સરકાર દ્વારા 1962 નંબરની પશુ સારવાર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પશુઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.સિહોર તાલુકાના બુઢણા ગામે પશુ સારવાર માટે 1962 નંબરની સેવા શરૂ કરવામાં આવેલ. જે ગામમાં આ પશુ સારવાર યોજના શરૂ કરવામાં આવે છે તેની સાથે 10 ગામો સંલગ્ન હોય છે. જેથી આજુબાજુના 10 ગામોના પશુઓને આ યોજનાઓને લાભ મળી રહે.

ટાણાએ સિહોર તાલુકાનું મોટું ગામ છે આથી ટાણા ગામે 1962 નંબરની સેવા શરૂ કરવામાં આવે તેવી ટાણા તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોની પ્રબળ લોકમાંગ છે. ટાણા ગામે પશુધન મોટી સંખ્યામાં છે. ટાણામાં પશુપાલકોની સંખ્યા પણ વધારે છે. હાલમાં જયારે ગ્રામ્ય લેવલે રોજગારીની તકો ઘટતી જાય છે ત્યારે લોકો ખેતીની સાથે પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.

પશુપાલકોના માલ-ઢોર માંદા પડે ત્યારે તેઓને ખાનગી ડોકટરોને બોલાવવા પડે છે જયારે 1962 નંબરની સેવા વિનામુલ્યે સારવાર આપે છે. આથી જો ટાણામાં 1962 નંબરની પશુ સારવાર યોજના શરૂ કરવામાં આવે તો ટાણા સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકના પશુપાલકોને આ સેવાનો લાભ મળી રહે એવી ટાણા પંથકના પશુપાલકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...