તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પાઇનલ મસ્કયુલર એસ્ટ્રોફિસ રોગ:સિહોરમાં SMA-1ના ગંભીર રોગથી પિડાતા બાળકની સારવાર જટીલ

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંતાનની નવી જિંદગી માટે દવા અને દુઆની જરૂર
 • સતત આઠ વર્ષથી ઝઝુમી રહેલા બાળકને સારવાર માટે સરકારની મદદ મળે તેવી આશા

તાજેતરમાં સ્પાઇનલ મસ્કયુલર એસ્ટ્રોફિસ રોગ વધારે પ્રસિધ્ધ થયો છે અને આ રોગ બાબતે લોકોમાં વધારે જાગૃતિ આવી છે. સિહોરમાં રહેતા શિક્ષકનું બાળક પણ આ રોગગ્રસ્ત છે અને નવી જિંદગી મળે તે માટે દવા અને દુઆ બંનેના સહારે છેલ્લા 8 વર્ષથી સતત આ બાળકની સેવાશુશ્રુષા કરી રહ્યા છે.

સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને હાલ સિહોર રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ ચૌહાણનો10 વર્ષનો હર્ષિત જયારે દોઢ વર્ષનો હતો ત્યાંરે ગોઠણિયાભેર રમતો પરંતુ દોઢ વર્ષ બાદ બાળકને ઊભા થવામાં તકલીફ પડતાં બાળકના રિપોર્ટ કરાવતા આ બાળક એસ.એમ.એ.-1 ગ્રસ્ત હોવાનું ડોકટરોએ જણાવેલ.આ રોગની સારવાર માટે ઇંજેક્ષન બજારમાં આવ્યું છે,પણ તેની કિંમત અધધધ 22 કરોડ જેટલી થાય છે. આ દવા માતા-પિતા માટે બહુ જ મોટી કહેવાય.સરકાર દ્વારા બાળકો માટે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ ચાલે છે અને તેમાં 18 વર્ષ સુધીના બાળકને કોઇ મોટી તકલીફ હોય તો સરકાર દ્વારા આ બાળકને સર્જરી સહિતની સુવિધાઓ વિનામુલ્યે અપાતી હોય છે.

શું છે એસ.એમ.એ.-1
આ રોગમાં બાળકમાં કોઇપણ જાતની શકિત હોતી જ નથી. દિવસે-દિવસે બાળકની શકિત ક્ષિણ થતી જતી હોય છે. સ્નાયુ મજબૂત થવાની પ્રક્રિયા ધીમી હોય છે. સ્નાયુ નકામા થતાં જાય છે. બાળક કોઇ જ પ્રક્રિયા જાતે કરી શકતું નથી. એક વરસના બાળક માટે ઇંજેક્ષન હોય છે. જયારે એક વરસથી વધુ ઉંમરના બાળક માટે પ્રવાહી ડોઝ હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો