તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સિહોર ફરવા ગયેલા બે વિદ્યાર્થીઓના ગૌતમેશ્વર તળાવમાં ડુબવાથી કરૂણ મોત

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં માછલી જોવા ગયેલી યુવતીનો પગ લપસતા બચાવવા મિત્રએ પણ પાણીમાં ઝંપલાવ્યું, બંન્નેના મોત

ભાવનગરની એમ.જે. કોલેજમાં અભ્યાસ કરતા કોલેજના 6 મિત્રો તેમની સાથે જ અભ્યાસ કરતી યુવતીનો જન્મ દિવસ હોવાથી સિહોરના ગૌતમેશ્વર ગયા હતા જ્યાં કોલેજિયન યુવતીનો પગ લપસી જતાં પાણીમાં ડુબી હતી જ્યારે તેને બચાવવા માટે તેની સાથે અભ્યાસ કરતો યુવક પણ પાણીમાં ડુબ્યો હતો. ઘટના બાદ યુવતીનો મૃતદેહ મળી રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો જે બાદ યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

સિહોરના ટાણા ગામે સાતમ–આઠમના પર્વોમાં જ બે માસુમ બાળકો કાર અડફેટે આવતા મોતનો બનાવ તાજો છે ત્યાં સિહોર ગૌતમેશ્વર તળાવમાં પડી જવાની ઘટના સામે આવી છે. શહેરની એમ.જે. કોલેજમાં એમ.કોમ. સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા મિત્રો તેમની સાથે ભણતી એક મિત્ર રિદ્ધિબેન દલવાડીનો જન્મદિવસ હોવાથી ગૌતમેશ્વર ગયા હતા. અહીં તમામ મિત્રોએ દર્શન કર્યાં બાદ ગૌતમેશ્વર તળાવે ગયા હતાં જ્યાં બપોરે 12.15 કલાક આસપાસ તળાવની માપપટ્ટીની બાજુમાં માછલી જોવા ગયેલા નીકીબેન રમેશભાઇ ભટ્ટ (ઉ.વ.22, રહે. વલભીપુર)નો પગ લપસી જતાં તેણી પાણીમાં ડૂબવા લાગી હતી. આથી તેણીને બચાવવા તેનો મિત્ર જગદીશભાઇ નરેશભાઇ મકવાણા (ઉ.વ. અંદાજે 22, રે.સિહોર) પણ તળાવમાં કૂદી પડયો હતો.

પરંતુ તે નીકીબેનને બચાવી શકેલ નહીં. ઘટનાની જાણ થતાં સિહોર ફાયર ફાઇટર અને 108, સિહોર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. તરવૈયાઓની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને જેમણે રેસક્યું કરી બપોરના 12.30ના અરસામાં યુવતીની બહાર કાઢી હતી જે બાદ 6 થી 7 કલાકની લાંબી જહેમત બાદ સાંજના સમયે 7 વાગ્યા આસપાસ યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

નજર સામે જ મિત્રને ડુબતા જોઈ
અમે પહેલીવાર જ ગૌતમેશ્વર આવ્યા હતા. અમે તળાવ પાસે સાથે જ હતા ત્યાં અમારી મિત્ર નિક્કી પાણીમાં પડી. જગદીશને થોડુંક તરતા આવતું હોવાથી તે પાણીમાં તેને બચાવવા પડ્યો જ્યારે અમે ચુંદડીઓનું દોરડું બનાવી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને બચાવી શક્યા નહી. 108ને જાણ કરતા તેમણે તેમના મૃતદેહો બહાર કાઢ્યા. > જયદીપ સોલંકી, મૃતકનો મિત્ર

અન્ય સમાચારો પણ છે...