કાર્યવાહીની માગ:સિહોરમાં આખલાઓનો ત્રાસ, રાહદારીઓ-વાહનચાલકો તોબા

સિહોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં રોડ પર રખડતા આખલાઓના ત્રાસને કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે.સિહોરમાં અત્યાર સુધી રોડ પર મોટા-મોટા ખાડા હતા જેને કારણે વાહનચાલકો ભારે હાડમારી ભોગવતા હતા.રોડ સારો બન્યો ત્યાં આખલાઓના ત્રાસને કારણે વાહનચાલકો તોબા પોકારી ગયા છે.

આ આખલાઓ અંદરો અંદર લડતા હોય છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે રખડતા ભટકતા આખલાઓનો ત્રાસ વહેલામાં વહેલી તકે દૂર કરવા તંત્ર યોગ્ય અને ઠોસ કદમ ઊઠાવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...