તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:તંત્રના વાંકે અટવાયા છે હજારો શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ

સિહોર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ બૂક સ્વીકારવામાં ગતિશીલતા લાવો
  • 20 અને 31 વર્ષના કેસો પેન્ડિંગ હોય ત્યાં 9 વર્ષવાળાનો વારો કયારે તેની કલ્પના મુશ્કેલ

તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં દરમ્યાન કોરોનાના કેસમાં ઘટાડો થયો. આથી લોકો અને સરકારે રાહતનો આંશિક શ્વાસ લીધો. અને કોરોનાના કેસ ઘટયા બાદ રાજય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરવા આદેશ કરી દેવામાં આવ્યો. આથી હવે લોકલ ફંડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી ગતિશીલ બનાવવા કર્મચારી આલમમાં માંગ ઊઠી છે.રાજયમાં સૌથી વધુ કર્મચારીઓ પ્રાથમિક શિક્ષક છે. અને પ્રાથમિક શિક્ષકો માટે રાજય સરકારે 9, 20 અને 31 એમ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ અમલમાં મૂકેલ છે.

અત્યારે સમગ્ર રાજયમાં એકલા 20 અને 31 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણના અસંખ્ય કેસો પેન્ડિંગ છે. અને 2010માં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી તે શિક્ષકોને 9 વર્ષનું પ્રથમ ઉચ્ચતર પગાર મળવાને પણ બે વર્ષ જેટલો લાંબો સમયગાળો થઇ ગયો છે. હજી 20 વર્ષ અને 31 વર્ષના કેસો પેન્ડિંગ હોય ત્યાં 9 વર્ષવાળાનો વારો કયારે આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

આ બાબત ગંભીર છે. રાજયના વિવિધ કર્મચારી મંડળો અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે સરકાર હકારાત્મક વલણ અપનાવે અને લોકલ ફંડને આ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. અને આ કામગીરીમાં જેટલો વિલંબ થશે એટલું કર્મચારીઓને આર્થિક નુકસાન જ છે.

અન્ય સમાચારો પણ છે...