તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ભાવનગરના સિહોરનો યુવાન કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં પહોંચ્યો

સિહોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંચાલિત કોન બનેગા કરોડપતિની સીઝન -13 આવી રહી છે. આ શોમાં પહોંચવાનું ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. અને ત્યાં પહોંચવું એ ગૌરવની વાત કહેવાય. સિહોરના યુવાન અમિતભાઇ જાદવને કોન બનેગા કરોડપતિ સુધી પહોંચવામાં સફળતા મળી છે. સિહોરના સ્નાતકની ડિગ્રી મેળવેલા અમિતભાઇ જાદવની કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી.આખરે બિગ બી સાથે તેઓની મુલાકાત શકય બની.

આ વર્ષે આખા ભારતભરમાંથી 1.60 કરોડ લોકોએ કોન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી 30 લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 30 હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ.ત્યારબાદ 10 સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી 3 હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ ત્યારબાદ ઓનલાઇન 20 પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે 1200 લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે જેમાં અમિત જાદવને ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે બોલાવવામાં આવેલ. આખરે 1200માંથી ફાઇનલ રાઉન્ડ માટે 150 લોકોની પસંદગી કરવામાં આવી હતી એ 150 લોકો પોતાનું નસીબ અજમાવ્યું હતું. અમિતભાઇ પણ પોતાના પરિવાર સાથે મુંબઇ ગયા હતા. જયાં તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડની હોટ સીટ પર બિરાજમાન થયા હતા પરંતુ કમનસીબે તેઓ હોટ સીટ પર બિરાજમાન ન થઇ શકયા.

અન્ય સમાચારો પણ છે...