સિહોરમાં દિવસે-દિવસે વાહનોના કે ઔદ્યોગિક ધુમાડાના પ્રદૂષણની સાથો સાથ જળ પ્રદૂષણ અને ઘોંઘાટનું પ્રદૂષણ પણ વધી ગયું છે. ઘોંઘાટનું પ્રદૂષણ આરોગ્યની દષ્ટિએ માનસિક શાંતિ પણ હણનારું હોય છે. 90 ડેસિબલથી વધારે તીવ્રતાનો અવાજ આરોગ્ય માટે નુકસાનકારક ગણાય છે. સિહોરમાંથી રાજય ધોરી માર્ગ પસાર થતો હોય અહીંથી દિવસ દરમ્યાન પુષ્કળ વાહનો પસાર થાય છે. સાથે વાહનોના વિચિત્ર હોર્નથી નગરજનો હેરાન- પરેશાન બની ગયા છે.
હાઇ-વે પરથી પસાર થતાં વાહનોમાંથી કાન ફાડી નાખે એવા વિચિત્ર અવાજોવાળા હોર્નથી રાહદારીઓ અને નગરજનો પરેશાન છે. અને એમાંય દાદાની વાવથી રેસ્ટ હાઉસ સુધીનો માર્ગ પ્રમાણમાં સાંકડો ગણાય છે. આટલો વિસ્તાર સિહોરનો ભરચક વિસ્તાર છે. આટલા વિસ્તારમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, વિવિધ બેંકો,વિવિધ કોમ્પ્લેક્ષો આવેલા છે.
આથી અહીં ટ્રાફિકની સમસ્યા પણ ખાસ્સી વકરેલી છે. અને જયારે જયારે ટ્રાફિક સર્જાઇ ત્યારે વાહનોવાળા એટલા હોર્ન વગાડે એની તીવ્રતા કોઇનું પણ માથુ ભમી જાય. સિહોર સર્વોત્તમ ડેરીથી વળાવડ ફાટક સુધી વિસ્તરેલું છે અને તીવ્ર હોર્નથી રોડ ટચ જેઓ વસે છે તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોર્ન સહન કરવા પડે છે. આ ગંભીર બાબત છે. સતત ઘોંઘાટથી લાંબા ગાળે માણસનો સ્વભાવ ચીડિયો બની જાય છે. કાનમાં બહેરાશ આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.