તંત્રની બેદરકારી:સિહોરમાં લાખોના ખર્ચે બનેલું સિસ્મોગ્રાફી સેન્ટર બની ગયું શોભાના ગાંઠિયા સમાન

સિહોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવારા તત્વો માટે સેન્ટરની જગ્યા સલામત બની ગઇ
  • સિહોરમાં રામનાથ બનાવાયેલા આ સિસ્મોગ્રાફી સેન્ટરનું કોઇ અકળ કારણોસર લોકાપર્ણનું મુહૂર્ત જ આવતું જ નથી

જયારે કોઇ કુદરતી આફત આવે ત્યારે બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં શરૂ થઇ જતી હોય છે. અને ભુકંપ જેવી કુદરતી આફત માટે સિસ્મોગ્રાફી સેન્ટર બનાવવામાં આવતા હોય છે. સિહોરના છેવાડે આવેલ સિસ્મોગ્રાફી સેન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય લોકોમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે.સિહોરમાં ધ્રુપકા રોડ પર રામનાથ નજીક સિસ્મોગ્રાફી સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં તો આવ્યું છે,પરંતુ હજી સુધી કોઇ અકળ કારણોસર આ સિસ્મોગ્રાફી સેન્ટરનું લોકાપર્ણનું મુહૂર્ત આવતું જ નથી.

આ સેન્ટર બનાવ્યાને ચાર-પાંચ વરસ જેટલો સમય થયો હોવા છતાં હાલ આ સેન્ટર કાર્યરત થતું જ નથી. અને આ સેન્ટર છેવાડે બનાવવામાં આવેલ હોય, તેને કાર્યરત ન કરાતા આવારા તત્વો માટે આ જગ્યા સલામત બની ગઇ છે. આ સેન્ટરના બારી-બારણા તૂટી ગયા છે. અનેક જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે.

સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ સેન્ટર કાર્યરત ન કરાતા નાણાનો વ્યય થયો. પરંતુ સેન્ટર હાલમાં આવારા તત્વો માટે અસામાજિક પ્રવૃતિઓનું કેન્દ્ર બની ગયું છે. લાખોના ખર્ચે બનાવાયેલ આ સિસ્મોગ્રાફી સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા બની ગયું હોય, આ સેન્ટરને વહેલામાં વહેલી તકે રિપેર કરી ત્યાં સિસ્મોગ્રાફી સેન્ટર કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...