તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ઓનલાઇન શિક્ષણમાં છાત્રોને સતાવતી ઇન્ટરનેટની સમસ્યા

સિહોર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ કેટલાક ગામોમાં નેટવર્ક મળતું નથી

પ્રવર્તમાન સમયમાં કોરોનાને કારણે શાળા–કોલેજો બંધ છે.અને ઓનલાઇન શિક્ષણના રૂપકડા શીર્ષક હેઠળ બાળકોને શિક્ષણ અપાઇ રહ્યું છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ગ્રામ્ય પંથકમાં ઇન્ટરનેટની સમસ્યાને કારણે બાળકોને ઓનલાઇન શિક્ષણ લેવું હોય તો પણ કઇ રીતે લેવું.

કોરોનાની ત્રીજી વેવની આગાહીને કારણે હાલમાં શાળાઓમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ છે. ટીવી અને યૂ ટયૂબ પર ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય લેવલે હજી કેટલાય ગામો એવા છે કે જયાં મોબાઇલ ટાવરના અભાવે મોબાઇલમાં માંડ તૂટક તૂટક વાત થાય છે ત્યાં ઓનલાઇન શિક્ષણ યૂ ટયૂબ પર કઇ રીતે જોવું એ એક સમસ્યા છે.

હજી કેટલાય ગામડાઓ સુધી ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થઇ શકી નથી. જેને કારણે હજારો વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે. હાલમાં બાળકો ઘરે રહીને જ અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં સિહોર તાલુકાના ભાંખલ, થોરાળી, ઢાંકણકુંડા, ધ્રુપકા, સાંઢિડા, કરમદિયા,પીપરલા થાળા સહિતના ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાથી ત્રસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...