સિહોરવાસીઓની માગ:હોસ્પિટલને અદ્યતન બનાવવાની સાથે 60 બેડવાળી સુવિધા જરૂરી

સિહોર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 78 ગામોનો સમૂહ સિહોર તાલુકામાં આરોગ્ય સુવિધા અપુરતી
  • દરરોજના 200 થી 250 OPD કેસો, 30 બેડમાંથી 60 બેડની બને તો સારવાર માટે બહાર જવુ ન પડે

સિહોર ઔધોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું શહેર છે પરંતુ સિહોર હૉસ્પિટલમાં હજી પણ કેટલીક સુવિધાઓનો અભાવ છે આથી સિહોર સરકારી હૉસ્પિટલને અધતન બનાવવા માટેની લોકમાંગ દિન-પ્રતિદિન પ્રબળ બની રહી છે. સિહોર તાલુકામાં આરોગ્ય સુવિધા અપુરતી હોય હોસ્પિટલને અદ્યતન બનાવવાની સાથે 60 બેડવાળી રેફરલ હૉસ્પિટલ બનાવવાની માંગ ઉઠી છે.

સિહોર 78 ગામડાઓનો સમૂહ ધરાવતો મોટો તાલુકો છે. અકસ્માત સર્જાય ત્યારે દર્દીને સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલ છે પણ સી.એચ.સી.માં લાવ્યા બાદ આ દર્દીને ભાવનગર રિફર કરવામાં આવે છે. સિહોર હોસ્પિટલમાં આજે 30 બેડ છે જેને બદલે 60 બેડની હોસ્પિટલ બનાવવામાં આવે તે જરૂરી છે. દરરોજ 200થી 250 ઓ.પી.ડી.ના કેસો આવે છે આ સિહોર સરકારી હોસ્પિટલમાં કોઇ ગંભીર દર્દીને ભાવનગર રીફર કરવામાં આવે છે.

સી.એચ.સી.માં સુવિધાના નામે મીંડુ
સિહોર તાલુકા મથક છે. ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે અહીંથી ભાવનગર – રાજકોટ રાજય ધોરી માર્ગ પણ પસાર થાય છે. આ રોડ પર આખો દિવસ વાહનોની ભરમાર રહેતી હોય છે. દિવસે-દિવસે વધતી જતી વસતી અને વધતા જતાં વાહનો સામે ટ્રાફિક પણ એટલો જ વધી રહ્યો છે. આથી અકસ્માતની પરંપરા પણ વધી રહી છે. હોસ્પિટલમાં ઓર્થોપેડિક કે નથી આધુનિક સાધનો નથી. આમ,સિહોર સી.એચ.સી.માં સુવિધાના નામે મીંડુ હોય આ હોસ્પિટલને અધતન બનાવવાની સિહોરવાસીઓની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...