તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ગંધયુકત પાણીનું વિતરણ:સિહોરમાં દુષિત પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સામે ખતરો જાગ્યો

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વિસ્તારોમાં દુર્ગંધયુકત પાણીનું વિતરણ
  • લોકોમાં કોલેરા, મેલેરિયા મરડો, પેટના આંતરડાનું ઇન્ફેકશન, ડાયેરિયા, કમળો સહિતના રોગોની ભીતિ

સિહોરની નગરપાલિકા એવી નગરપાલિકા છે કે જે લોકોને પાયાની સુવિધા આપવામાં લગભગ કાયમ માટે ઊણી ઊતરી હોય એવું નગરજનોને લાગે છે. તૌકતે વાવાઝોડા બાદ સિહોરના મોટાભાગના વિસ્તારોમાં દુષિત પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠવા પામી છે. અને આ અંગે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સિહોરના ગુંદાળા વિસ્તાર, રામનગર વિસ્તાર, નંદનવન સોસાયટી, અમરનગર સોસાયટી, બજરંગ સોસાયટી, ગાયત્રીનગર, ગૌતમેશ્વરનગર, સ્વરૂપભારતીનગર, અલકાપુરી સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ડહોળું અને દુર્ગંધયુકત પાણી વિતરણ થઇ રહ્યું છે. હાલમાં ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે.

અને ચોમાસામાં લોકોને પાણીજન્ય કોલેરા, મેલેરિયા મરોડ, પેટના આંતરડાનું ઇન્ફેકશન, ડાયેરિયા, કમળો સહિતના રોગો થતાં હોય છે. પાલિકાએ ગત વરસે પાણી વેરામાં જબ્બરજસ્ત વધારો કરી નાખ્યા બાદ નગરજનોને એવી અપેક્ષા હતી કે હવે શહેરમાં શુદ્ધ પાણી વિતરણ કરાશે. પરંતુ નગરજનોની આ અપેક્ષા અપેક્ષા જ રહી.

પાણી વેરામાં વધારો કરાયા બાદ પણ નગરપાલિકા નગરજનોને શુદ્ધ પેય પાણી ઉપલબ્ધ કરાવી શકી નથી. ચોમાસું પોતાના અસલ મિજાજમાં આવશે ત્યારે આવું જ પાણી વિતરણ થશે તો સિહોરમાં રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ શકયતા છે. આ અંગે તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે ? સિહોરના જે-જે વિસ્તારોમાં દુષિત પાણી અંગેની ફરિયાદ હોય તે વિસ્તારમાં દુષિત પાણી કઇ રીતે આવે છે તે માટેની તપાસ કરી આ વિસ્તારોમાં શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...