બિસ્માર માર્ગ:30થી વધુ ગામોને ઉપયોગી માર્ગની હાલત તદ્દન બિસ્માર

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખખડધજ બની ગયેલો સિહોર - ટાણા રોડ

સિહોર તાલુકાના સૌથી મોટા ગણાતા ટાણા ગામ જવાનો માર્ગ બિસ્માર બની ગયો હોય આ રોડને વહેલી તકે રિ-કાર્પેટ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. ટાણા ગામ ધંધા -રોજગારની દષ્ટિએ અગ્રેસર છે અને આજુબાજુના 30 થી 35 ગામના લોકોને સિહોર કે ભાવનગર જવા -આવવા માટે ફરજિયાત ટાણા આવવું પડે છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો પસાર થાય છે. હાલમાં આ રોડ પર અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે અને આ રોડ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ થતો હોય એવું લાગે છે.

સિહોર ટાણા રોડ પર સાગવાડી, કાજાવદર, જાંબાળા અને બોરડી સહીતના ગામો આવેલા છે. ઉપરાંત ખારી, મઢડા, કનાડ, સર, દેવગાણા જવા માટે પણ આ જ માર્ગ લાગુ પડે છે. તળાજા કે મહુવા સહિતના શહેરોમાં જવા માટે પણ આ જ માર્ગ છે.આ રોડ છે તો ડબલપટ્ટી પણ અત્યારે સાવ બિસ્માર બની ગયો છે. 45થી 50 ગામોને જોડતો આ માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે.આ માર્ગની બિસ્માર હાલતથી આ વિસ્તારના રહીશો અને અહીંથી પસાર થતાં વાહનચાલકો તોબા તોબા પોકારી ગયા છે.અને આ રોડને વહેલામાં વહેલી તકે ટનાટન બનાવવાની લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...