હાલાકી:આઝાદી સમયથી ભાંખલ–વરલની કાચી સડક હજી પાકી બની નથી

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડમાં ધારદાર પથ્થરો બહાર ધસી આવ્યા
  • અનેક જગ્યાએથી તૂટેલા રોડ પરથી ફોર વ્હિલર કે હેવી વ્હિલર વાહનને પસાર થવું લગભગ અશક્ય

રોડ–રસ્તા, પાણી, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ સહિતની પાયાની પ્રાથમિક સુવિધાઓને લોકો અગત્યતતા આપતા હોય છે. પરંતુ કેટલાક ગામ એવા પણ છે કે જયાં રસ્તાની હાલત હજી પણ બદતર છે. સિહોર તાલુકાના વરલ અને ભાંખલ વચ્ચેનો રસ્તો એટલે કાચી અને ઊખડબાખડ સડક.

આ સડક પરથી પસાર થનાર બીજી વાર આ સડક પરથી પસાર થતાં પહેલાં સો વાર વિચારે તેવી આ કાચી સડક છે. સિહોર તાલુકાના છેવાડે આવેલ ભાંખલ ગામથી વરલ ગામ વચ્ચેનો માર્ગ એટલે બિસ્માર માર્ગ. આ માર્ગ પરથી ફોર વ્હીલ કે હેવી વાહન લઇને પસાર થવું લગભગ અશકય છે,કારણ કે આ માર્ગ પર અનેક જગ્યાએ સડક તૂટેલી છે. રસ્તામાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. ધારદાર પથ્થરો બહાર ધસી આવ્યા છે. જેને કારણે ભાંખલથી વરલ જવું હોય તો વાયા બેકડી થઇને જવું પડે. આ રસ્તો આઝાદી સમયથી જૈસે થે હાલતમાં છે. આ કાચી સડકને પાકી બનાવવા માટેની લોકમાંગ અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...