અસુવિધા:વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત આ ટાંકી થવાની હોય તેણે ફાળવવાની રકમ હજી પણ અદ્ધરતાલ

સિહોર બ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાણામાં પાણીની લાઇન અને ટાંકીની સુવિધા અધ્ધરતાલ

આજે દિવસે-દિવસે માનવ વસતી વધી રહી છે.અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ જનસુખાકારી પ્રત્યેની લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે. અને આવી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં તંત્ર જયારે વામણું પુરવાર થતું હોય છે ત્યારે સ્વાભાવિકપણે જ લોકોમાં કચવાટ જોવા મળતો હોય છે.

ટાણાએ સિહોર તાલુકાના સૌથી મોટા ગામો પૈકીનું એક ગામ છે. અને આ ગામમાં વાસ્મો યોજના અંતર્ગત ગામમાં પાણીની એક મોટી ટાંકી અને આખા ગામમાં પાણીની નવી લાઇન નાખવાની દરખાસ્ત હતી.આ યોજના અંતર્ગત જે-તે ગ્રામ પંચાયત લોકફાળાના સહકારથી 10 ટકા રકમ ભેગી કરતી હોય છે. અને 90 ટકા રકમ વાસ્મો યોજના અંતર્ગત આપવામાં આવે છે. જેથી ગામમાં પાણીને લગતી દુવિધાનો નીવડે લાવી શકાય.

ટાણાવાસીઓએ લોક સહકારથી 10 ટકા લેખે અંદાજે 27 લાખ જેટલી રકમ ગ્રામ પંચાયતને આપી દીધી. અને 90 ટકા વાસ્મોવાળાએ આપવાની હોય છે. પરંતુ આટલી પ્રોસેસ થયા પછી પણ ટાણાવાસીઓ આ બાબતની રાહ જોઇ રહ્યા છે કે એ શુભ ઘડી કયારે આવે જયારે ગામમાં ઓવરહેડ પાણીની ટાંકી બને અને આખા ગામમાં પાણીની નવી લાઇન નખાઇ.

પરંતુ આ શુભ ઘડીનું મુહૂર્ત આવતું જ નથી એટલે ટાણાવાસીઓમાં આ મુદો ચર્ચાની એરણ પર ચડયો છે. અને લોકોમાં આ બાબતે કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ટાણાવાસીઓમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે ટાણા ગામમાં વાસ્મો યોજનાની અમલવારી થશે કે કેમ ? થશે તો કયારે થશે ? આપણા લોકફાળાના પૈસા વ્યર્થ તો નથી ગયા ને ?

અન્ય સમાચારો પણ છે...