તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ વધારતા શિક્ષક:રમકડા મેળામાં સિહોર તાલુકાનું રાજયક્ષેત્રે ગૌરવ વધારતા શિક્ષક

સિહોર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા 100 જેટલા શૈક્ષણિક રમકડાં રજુ કરાયા

હાલમાં શિક્ષણની નવી પધ્ધતિ અમલમાં આવી છે. આ પધ્ધતિમાં પ્રવૃતિલક્ષી શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. ભાર વગરનું ભણતરએ હાલના સમયમાં સૌથી પ્રબળ બની જતી લોકમાંગ છે. અને આ માંગને ધ્યાને લઇ રાજય સરકારના જીસીઇઆરટી-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શૈક્ષણિકક્ષેત્રે અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે.

જેમાં હાલમાં રમકડા મેળાનું આયોજન કરવામાં આવેલ.ગુજરાત કાઉન્સિલ એન્ડ એજયુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર અને બી.આર.સી. ભવન સિહોરના સંયુકત ઉપક્રમે રમકડાં મેળાનું આયોજન કરવામાં આવેલ.જેમાં આંગણવાડીથી શરૂ કરી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા 100 જેટલા શૈક્ષણિક રમકડાં રજુ કરવામાં આવેલ.

આ કૃતિઓ પૈકી સિહોર તાલુકાની કચોટિયા પ્રાથમિક શાળાના આચાર્ય જોરશંગભાઇ બી.ચૌહાણની રમકડાની કૃતિ જિલ્લા કક્ષાએથી ગાંધીનગર ખાતે પસંદગી પામેલ.તેઓએ જીસીઇઆરટી-ગાંધીનગર ખાતે પોતાના રમકડાની કૃતિ રજુ કરેલ. જોરશંગભાઇ બી.ચૌહાણની સિધ્ધિએ શિક્ષણક્ષેત્રે તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો