ભૂમાફિયાઓમાં ફફડાટ:સિહોર પંથકમાં ખનીજ ચોરો સામે તંત્રની લાલ આંખ

સિહોર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરના રાજીવનગર વિસ્તારમાં મામલતદારની ટીમ ત્રાટકી
  • ખનીજ ચોરી કરતા બે ટ્રેકટરો ઝડપી લઇ પોલીસને સોંપાયા

સિહોર પંથકમાં બેરોકટોક રીતે ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે આ અંગેના સમાચાર સૌરાષ્ટ્ર સમાચારમાં તા.2-1-23ને સોમવારના પ્રસિદ્ધ થયા બાદ સિહોર મામલતદાર અને સ્ટાફ દ્વારા સિહોરના રાજીવનગર વિસ્તારમાં રેઇડ કરી ખનીજ ચોરી ઝડપી લીધી હતી અને બે ટ્રેકટરોને સિહોર પોલીસને હવાલે કરી દેવાયા હતા.પોલીસની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

સિહોરમાં ગઇકાલે સિહોર મામલતદાર જે. એન દરબાર અને સ્ટાફે ફરિયાદના આધારે રેઇડ કરી ખાણ ખનીજ ચોરી ઝડપી લીધી હતી અને બે ટ્રેકટર વાહનો કબજે કર્યા હતા આ અંગે ખાણ ખનીજ વિભાગના સ્ટાફને જાણ થતાં સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનોને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખનીજ ચોરી કેટલાક સમયથી કરવામાં આવતી હતી અને કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે ? વગેરે તપાસ કરી ખનીજચોરો એવા ભૂમાફિયાઓને દંડ ફટકારવામાં આવશે.તંત્રની આ કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

જયાં ખનીજ ચોરી થતી હશે ત્યાં કડક કાર્યવાહી કરાશે
સિહોર શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં જ્યાં-જ્યાં ખનીજ ચોરી થતી હશે તે અંગે અમને જાણકારી મળશે એટલે તરત જ ત્યાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને આ અંગે જાણ કરવામાં આવશે.ગેરકાયદેસર ખનન અટકાવવા અમારા સતત પ્રયત્નો થતા રહેશે. - જે.એન.દરબાર, મામલતદાર, સિહોર

અન્ય સમાચારો પણ છે...