સિહોર શહેર અને તાલુકા માલધારી સમાજ દ્વારા આજરોજ પ્રાંત કચેરી ખાતે એક દિવસના પ્રતીક ધરણા કરીને સરકાર દ્વારા ગાયો ઉપર જે કાળો કાયદો લગાવવામાં આવ્યો હતો તે કાળા કાયદાને રદ કરવામાં આવેલ હોય તેમ છતાં પણ ગુજરાતના ખૂણે ખૂણે માલધારી સમાજ પર અત્યાચાર થતો હોય પ્રાંત ઓફિસ ખાતે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. વડોદરામાં ત્રણ દિવસ પહેલા માલધારી સમાજના નેહડામાં જઈને માલધારી સમાજની દીકરી ઉપર અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને માલધારી સમાજના પોતાના ઘરે બાંધેલા માલઢોરને વડોદરા મ્યુનિસિપાલિટી દ્વારા ડબ્બામાં પૂરીને લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ખૂણે ખૂણે ગૌચરની જમીનો દબાયેલી છે તેને દૂર કરવામાં આવે તો રસ્તા ઉપર રખડતી ગાયો બંધ થઈ જશે ત્યારે સિહોર શહેર અને તાલુકાના માલધારી સમાજ દ્વારા આજરોજ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિ, ભાવનગર જિલ્લા શિવસેના આમ આદમી પાર્ટી વગેરે દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતું. આ પ્રતીક ઉપવાસમાં ગુજરાત પ્રદેશ માલધારી સમાજના પ્રમુખ અમિતભાઈ લવતુકા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. અને જો આગામી દિવસમાં માલધારી સમાજને તેમનો ન્યાય નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.