સમસ્યા:સિહોરમાં સફાઇ કામદારોે કાયમી લાભથી હજુ સુધી વંચિત

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સરકારી પરિપત્રો અને કલેકટરના આદેશોને અવગણીને મામકાઓની ભરતી કરવામાં આવી જેને કારણે નગરપાલિકાનું મહેકમ 75 ટકા જેવું થઇ ગયું. અત્યારે નગરપાલિકાનું સેટ અપ મંજુર થતું નથી. છેલ્લા 20-20 વર્ષોથી નગરપાલિકામાં રોજમદાર તરીકે કામ કરતાં કામદારોને કાયમી થવાનો અધિકાર મળતો નથી. અને જે-જે પ્રમુખના સમયગાળા દરમ્યાન આવા મામકાઓની ભરતી કરવામાં આવી છે તેવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સામે કાર્યવાહી કરવા દલિત અધિકાર મંચ દ્વારા માંગ કરાઇ છે.

નગરપાલિકામાં વોર્ડ બોય,પટ્ટાવાળા, સુપરવાઇઝરો વગેરે પોસ્ટમાં મળતિયાઓની ભરતી કરવામાં આવી. 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ અપાયેલ કે સફાઇ કામદારોમાં કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવામાં આવે. છતા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કોન્ટ્રાકટ અપાયો.સિહોર પાલિકામાંથી તાત્કાલિક ધોરણે કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવામાં આવે અને વર્ષોથી કામ કરતાં કર્મચારીઓને કાયમી અધિકાર મળે તે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઇ સરવૈયા દ્વારા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...