તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇ-વે પર ભયના ઓથાર:સિહોરમાં હાઇ-વે પર સ્ટ્રીટલાઇટની કામગીરી છ માસથી ખોરંભે પડી

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર સ્ટ્રીટ લાઇટના પોલ બની રહયાં છે શોભાના ગાંઠીયા સમાન

સિહોરમાં હાઇવે પર સ્ટ્રીટલાઇટ ન હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભયનો અનુભવ કરી રહ્યા છે.સિહોરમાં રેસ્ટ હાઉસથી વળાવડ ફાટક સુધી અને દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી ત્રણેક માસ પહેલાં શરૂ કરવામાં આવી હતી.જયારે સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી શરૂ થઇ ત્યારે નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી કે હવે હાઇ-વે પર ભયના ઓથાર તળેથી પસાર નહીં થવું પડે.

પરંતુ કોઇ અકળ કારણોસર આ સ્ટ્રીટલાઇટની કામગીરી અટકી ગઇ છે.હાઇ-વે પર સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર શોભાના ગાંઠિયા માટે સમાન ઊભા કરવામાં આવ્યા છે. આ બાબતે તંત્ર દ્વારા હાઇ-વે પર સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરીને વહેલામાં વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. આ પ્રશ્નનો વહેલીતકે ઉકેલ આવે અને શહેરના માર્ગો ઝળહળતા થાય તેવી લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.

ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છેે
સિહોરમાં હાઇ-વે પર નવી સ્ટ્રીટલાઇટ માટે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જરૂરી સામાન મંગાવવાની અમલવારી બાકી છે. આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરી, વહેલીતકે સ્ટ્રીટલાઇટ શરૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. પ્રશ્નનો ઝડપથી ઉકેલ લવાશે > બી.એચ.મારકણા, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...