સિહોરની ભાવનગર જિલ્લાનું વિકસિત ઔધોગિક શહેર છે. જેમાં 4થી વધુ જી.આઇ.ડી.સી. અને વિવિધ ઔધોગિક વસાહતો આવેલી છે. અને લગભગ 10 હજારથી વધુ પરપ્રાંતીય મજૂરો વસવાટ કરે છે. સિહોરમાં બસ સ્ટેન્ડના ઢાળ પાસે બીજા માળે પોસ્ટ ઓફિસ આવેલી છે. જેને કારણે સૌએ દાદરા ચડીને પોસ્ટ ઓફિસ જવું પડે છે.
પોસ્ટ ઓફિસના દાદરા ચડવામાં વૃધ્ધોને ભારે હાલાકી પડે છે. અને દાદરો ચડયા પછી પણ પોસ્ટ ઓફિસમાં બેસવા માટે ખાસ કંઇ સુવિધા જેવું નથી. જેને કારણે પોસ્ટ ઓફિસમાં કોઇ કામે જવામાં સિનિયર સીટીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સિહોરમાં હાલમાં મોટા ભાગની સરકારી કચેરીઓ, વિવિધ બેંકો ભાવનગર રોડ પર આવી ગઇ છે. ત્યારે પોસ્ટ ઓફિસને પણ ભાવનગર રોડ પર ફેરવવાની માંગ પ્રબળ બની ગઇ છે. જો ભાવનગર રોડ પર પોસ્ટ ઓફિસ ફેરવવામાં આવે તો નગરજનો અને પેન્શનરો અને વડીલોને ભારે હાલાકીમાંથી મુકિત મળી શકે. સિહોરનો વિસ્તાર લગભગ 6થી 7 કિમી લંબાઇમાં પથરાયેલો છે.
અને હાલની પોસ્ટ ઑફિસ શહેરની મધ્યમાં હોય પ્લોટ વિસ્તાર અને ઔધોગિક વસાહતો અને તેમાં વસતા પરપ્રાંતીય લોકોને આ પૉસ્ટ ઑફિસ બહુ દૂર પડે છે. હાલમાં સિહોરની 60 ટકા કરતાં વધુ વસતી શહેર બહારના વિસ્તારમાં વસે છે. જેથી પ્લોટ વિસ્તારમાં એક નવી પૉસ્ટ ઑફિસ હોવી ખૂબ જ જરૂરી છે.
પૉસ્ટ ઑફિસમાં ઘણા ખાતાઓ પણ ખૂલી શકે છે. નાણાકીય લેવડ-દેવડના વ્યવહારો પણ વધી જાય તેમ છે. આથી હાલની પૉસ્ટ ઑફિસને ભાવનગર રોડ પર ખસેડવા અને પ્લોટ વિસ્તારમાં નવી પૉસ્ટ ઑફિસ શરૂ કરવા સિહોરવાસીઓની માંગ ઊઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.