તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:હાઇવે પર આવેલા સણોસરા ગામમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો

સિહોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સણોસરા-ગારિયાધાર રોડ બાયપાસ બને તો સમસ્યાનું નિવારણ આવે

સિહોર તાલુકાના સણોસરા ગામે વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઇ છે ત્યારે સણોસરા-ગારિયાધાર માર્ગ પર ટ્રાફિકના નિવારણ માટે બાયપાસ બનાવવો જરૂરી બની ગયો છે. સણોસરાએ સિહોર તાલુકાના મોટા ગામો પૈકીનું એક ગામ છે. આ ગામમાંથી ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થાય છે. અને ગામમાં પ્રમાણમાં સાંકડો રોડ છે. આથી અહીં વધારે ટ્રાફિક રહે છે. રાજકોટ તરફ જતા વાહનોને ખાસ મુશ્કેલી નથી પડતી,પણ ગારિયાધાર તરફ જતી બજાર સાવ સાંકડી હોય અહીંથી ટ્રાફિકની સમસ્યા રહ્યા કરે છે.

સણોસરાથી ગારિયાધાર તરફ જતાં રસ્તા પર લોકભારતી સંસ્થા આવેલી છે. ઉપરાંત સાંઢિડા મહાદેવ, ઢાંકણકુંડા,નોંઘણવદર, સમઢિયાળા (મુલાણી), પરવડી સહિતના ગામો આવેલા છે. પાલિતાણા તરફના ગામોના વાહનચાલકો પણ રાજકોટ તરફ જવા માટે આ જ માર્ગ પસંદ કરે છે. આથી આ રોડને બાયપાસ બનાવવો જરૂરી છે.સણોસરા ગામ પસાર કરીને પાંચતલાવડા તરફ જતાં રોડની સામેની સાઇડમાં નવો રોડ બનાવવામાં આવે અને આ રોડ આગળ જતાં ગારિયાધાર રોડને મળી જાય તો સણોસરાની બજારમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી શકે.

અન્ય સમાચારો પણ છે...