ચોરી:પીપળિયા ગામે વૃધ્ધની નજર સામે અડધા લાખની તસ્કરી

સિહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિહોરના પીપળીયા ગામે ઘરે વૃધ્ધ એકલા હતા તેનો લાભ ઉઠાવી તસ્કરો ઘરમાં પ્રવેશી અર્ધા લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા. સિહોર તાલુકાના પીપળિયા ગામે રહેતા મૂળજીભાઇ ગીગાભાઇ મોરડિયાના પત્ની કંચનબેનને ગળાના દુખાવાની બીમારી હોય,આથી તેઓને તેમના દીકરાઓએ અમદાવાદ સારવાર માટે લઇ જવા માટે સુરત બોલાવેલ. મૂળજીભાઇ ઘેર એકલા હતા તે દરમ્યાન તેમના ઘરે રાત્રિના અઢી વાગ્યાના શુમારે ચાર અજાણ્યા શખ્શો ઘુસી ગયેલ.

કબાટ ખુલવાનો અવાજ આવતા મૂળજીભાઇ જાગી ગયેલ. જાગીને જોયું તો એક અજાણ્યો શખ્શ તેમના માથા પાસે ઊભો હતો, બીજો શખ્શ તેમના પગ પાસે ઊભો હતો. જયારે અન્ય બે જણ કબાટ ખંખોળતા હતા. આથી મૂળજીભાઇ ગભરાઇ ગયેલ અને કંઇ જ બોલી શકેલ નહીં. અને અજાણ્યા તસ્કરો કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ.45,000/-, 3 કિલો ઘી (કિ.રૂ. 1500/-) અને એક સાદો મોબાઇલ (રૂ.500/-) મળી કુલ રૂપિયા 47,000/-ની ચોરી કરી નાસી ગયાની ફરિયાદ મૂળજીભાઇએ અજાણ્યા શખ્શો વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...