સુવિધાને બદલે દુવિધા:સિહોરના એસ.ટી. ડેપોમાં માત્ર એક જ કર્મચારીથી રોડવાતુ ગાડુ

સિહોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર બસ સ્ટેશનમાં એક કર્મચારી પાસે વધારે પડતી જવાબદારી
  • વિદ્યાર્થી પાસ, મુસાફરી પાસ, બુકિંગ, ઇન્કવાયરી, કંટ્રોલ ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલ, ટાઈમ ટેબલ ઇંકવાયરી વગેરે કામકાજથી કામનું ભારણ

ભાવનગર જિલ્લાના મુખ્ય અને મહત્વનું કેન્દ્ર બિંદુ એવો સિહોર તાલુકો માત્ર શોભાના ગાંઠિયા જેવો હોય એવું ચર્ચાઇ રહ્યું છે. અમુક સુવિધાને બદલે દુવિધા વધુ જોવા મળે છે અને સુવિધા માત્ર કાગળ ઉપર જ હોય એવું લાગે છે. સિહોરના એક માત્ર વાયા એસ.ટી. સ્ટેન્ડમાં એક કર્મચારી પાસે અનેક પ્રકારના કામ થઇ રહયાં છે.

હાલમાં સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી સિહોર આવતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પાસ, મુસાફરી પાસ, બુકિંગ, ઇન્કવાયરી, કંટ્રોલ ચાર્જ, ટ્રાફિક કંટ્રોલ, ટાઈમ ટેબલ ઇંકવાયરી, એસ ટી પાસે થતા અકસ્માત અંગે એટર્ન કરવા તેમજ એસ ટી.પાસે ગેરકાયદેસર ઊભા રહેતા વાહનો હટાવવા સહિતની અનેક જવાબદારી એક સાથે નિભાવે છે.

સિહોરના વાયા એસ.ટી.ડેપોમાં હાલમાં એક માત્ર કર્મચારી છે જે એક સાથે અનેક જવાબદારી નિભાવે છે. સિહોરના વાયા એસ.ટી.ડેપોમાં જો વધુ કર્મચારી ફાળવવામાં નહીં આવે તો સિહોરના જાગૃત નાગરિકો આ બાબતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...