હાલાકી:સિહોર પોસ્ટના ગ્રાહકો ચેકબુકથી વંચિત

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર પોસ્ટ ઓફિસમાં માર્ચ મહિનાથી ચેકબુક ન હોવાથી અરજદારોને ધકકા ખાવા પડી રહ્યા છે. જે અંગે ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.ઘણા સિનિયર સીટીજનોના પરિવારનું ગુજરાન એમ.આઇ.એસ. (મન્થલી ઇન્કમ સ્કીમ) ઉપર કે એફ.ડી. ઉપર ચાલતું હોય છે. પોસ્ટમાં સેવિંગ એકાઉન્ટ હોય, તો તેની એફ.ડી. કરાવવા માટે ફરજિયાત ચેક આપવાનો આગ્રહ રખાઇ છે. જયારે પોસ્ટ વિભાગ ચેકબુક આપતું નથી. માર્ચ મહિનામાં લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી સિહોર પોસ્ટ ઓફિસ દ્વારા અરજદારોને ચેકબૂક ઇસ્યુ કરવામાં આવી નથી.સિહોર પોસ્ટના અસંખ્ય ગ્રાહકો છે.

અન્ય સમાચારો પણ છે...