તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:સિહોર મેઘવદર રોડ બિસ્માર બન્યો છતા તંત્ર ઘોર નિદ્રામાં

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડામર પાથર્યો જે પહેલા વરસાદે જ ધોવાઇ ગયો

સિહોર-મેઘવદર રોડ સાવ બિસ્માર બની ગયો છે. રેસ્ટ હાઉસથી કોલેજ સુધીમાં અસંખ્ય ખાડા પડયા છે. આમ છતાં તંત્ર સાવ નિષ્ક્રિય છે.કનાડ, મેઘવદર,જાળિયા, કરકોલિયા સહિતના ગામડાઓમાંથી હજારો ગ્રામજનો આ રોડ પરથી પસાર થાય છે. હમણાં હમણાં તંત્ર દ્વારા માટીના ખાડામાં ડામર પાથર્યો જે પહેલાં વરસાદે જ ધોવાઇ ગયો. કોન્ટ્રાકટરોએ બિલ બનાવી નાણા લઇ લીધા. પરંતુ રોડ પર કંઇ નકકર કામ થયું નહીં. વાવાઝોડા પછી કરકોલિયા સહિતના ગામડાઓના રસ્તે ઝાડ, થોર અડધા રસ્તા સુધી હજુ પડયા છે.

સિહોરમાં માર્ગ અને મકાન વિભાગની જયાં ઓફિસ છે એ સર્કિટ હાઉસ સામે અને બાજુમાં મોટા-મોટા ખાડા પડયા છે. અધિકારીઓ અને પદાધિકારીઓને એ પણ દેખાતું નથી. કનાડ, મેઘવદર, નવા જાળિયા, કરકોલિયા, સિહોર વાડી વિસ્તારના લોકોએ આ બાબતે અવારનવાર રજુઆતો કરી છે. આમ છતાં તંત્ર કોઇનું સાંભળતું નથી. આ રોડ સત્વરે રિપેર થાય તેમ જનતા ઇચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...