તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયોગ:SSAની વેબસાઇટ અને સરલ ડેટાની એપમાં અલગ અપડેશન

સિહોર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરલ ડેટા એપ અને SSAની વેબસાઇટ બંને સમાંતર ચાલે તે માટે પગલા ભરવા માંગ

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની લેખન શુધ્ધિ થાય અને તેમનું શૈક્ષણિક જ્ઞાન વધે તે માટે એકમ કસોટીનો પ્રયોગ અખત્યાર કરવામાં આવેલ છે. આ એકમ કસોટી જે-તે વિષય શિક્ષક દ્વારા તપાસાયા બાદ વિધાર્થીને એકમ કસોટીમાં આવેલ માર્કસની પ્રશ્નવાઇઝ ઓનલાઇન એન્ટ્રી કરવાની હોય છે. આ માટે સરલ ડેટા નામની એપ અને એસ.એસ.એ.ની વેબસાઇટ બંને માધ્યમ છે.

સરલ ડેટામાં શિક્ષક દ્વારા માર્કસને સ્કેન કરાઇ છે અને કલાસના કુલ વિધાર્થીઓ પૈકી કેટલા વિધાર્થીઓની ઓનલાઇન એન્ટ્રી થઇ છે તેની વિગત એસ.એસ.એ.ની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. કેટલા વિર્થીઓની એન્ટ્રી બાકી છે તેની વિગત વેબસાઇટમાં જોઇ શકાય છે પરંતુ સરલ ડેટાની એપમાં જેટલા વિધાર્થીઓના માર્કસ સ્કેન થયા હોય એસ.એસ.એ.ની વેબસાઇટમાં તેના કરતાં કંઇક અલગ જ માહિતી બતાવે છે. કોમ્યુનિકેશનનો અભાવ છે બંને વચ્ચે વિસંગતતા જોવા મળી રહી છે.

આ બાબતની રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગંભીરતા નોંધ લઇ, સરલ ડેટા એપ અને એસ.એસ.એ.ની વેબસાઇટ બંને પેરેલલ (સમાંતર) ચાલે તે માટે જરૂરી પગલાં લે અને આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી શિક્ષક આલમમાં માંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો