તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સિહોર સર્વોત્તમ ડેરીના MDને ફરજમુક્ત કરાતા ખળભળાટ, સત્તાનો દુરૂપયોગ કરતા લેવાયેલુ પગલું

સિહોર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના એમ.ડી. હરિશંકર રામશંકર જોષીએ પોતાની ફરજો યોગ્ય રીતે બજાવેલ ન હોય, સંઘના પેટા નિયમ નંબર 23.1.2 મુજબની શૈક્ષણિક લાયકાત તેઓ ધરાવતા ન હોય તેમજ સંઘની મંડળીના સભ્યો તેમજ મંડળી સાથે જોડાયેલ પ્રાથમિક પશુપાલક સભાસદોનો વિશ્વાસ ભંગ કરેલ હોવાનું પ્રથમ દર્શનીય જણાય આવતા ડી.પી.દેસાઇ (આઇ.એ.એસ.) રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા તેમને મળેલ ગુજરાત રાજય સહકારી મંડળીઓ અધિનિયમ -1961ની કલમ 89થી મળેલ સત્તાની રુએ હરિશંકર જોષીને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવા નિયામક મંડળને હુકમ કરતાં જિલ્લા સહકારીક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ચાલતી સર્વોત્તમ ડેરીના એમ.ડી. હરિશંકર રામશંકર જોષીએ માત્ર ન્યુ એસ.એસ.સી. તથા નિમ્ન સહકારી ડિપ્લોમાંની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જે લાયકાત સંઘના પેટા નિયમ નં.23.1.2 મુજબ નથી. સંઘના સી- મેનેજર તરીકે એમ.ડી.હરિશંકર રામશંકર જોષીના પુત્ર યોગેશ હરિશંકર જોષીની (સિનિયર મેનેજર) તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. તથા તેમના જમાઇ ગોપાલકૃષ્ણ બટુકરાય દવેની (મેનેજર તરીકે) નિમણૂક કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો