યોજના:સિહોરમાં પુસ્તક ખરીદી પર વળતર

સિહોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર આભાર સંસ્થાના 23મા સ્થાપના દિન નિમિત્તે આભાર શિષ્ટ સાહિત્ય યોજના અંતર્ગત સાહિત્ય રસિકોને અખંડ આનંદ, નવચેતન,  કલ્યાણ (હિન્દી) સામયિકોના લવાજમમાં 50 ટકા વળતર તેમજ ગીતાપ્રેસ-ગોરખપુર, યજ્ઞ પ્રકાશન–વડોદરા, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને ગુજરાત થિયોસોફિકલ ફેડરેશન–ભાવનગરથી પ્રકાશિત પુસ્તકોમાં 40 ટકા વળતર આપવામાં આવશે. લવાજમ તથા ખરીદીની રકમ જે-તે કાર્યાલયને મોકલવાની રહેશે. તા.30/9 અથવા તે પહેલાં ગ્રાહકોની નિયત સંખ્યા પૂરી થયે યોજના બંધ કરવામાં આવશે. વિશેષ માહિતી માટે 9825885988 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...