12000 જેટલી વસતિ ધરાવતુ ટાણા ગામએ સિહોર તાલુકાનું મોટું ગામ છે. ટાણા ગામએ આજુબાજુના કેટલાય ગામોના લોકો માટે પરિવહન અને ખરીદી માટે અને આજીવિકા માટેનું કેન્દ્રબિંદુ છે.હીરા ઉદ્યોગથી ધમધમતા ટાણામાં વીજ કચેરીનું સબ ડિવિઝન હોવું અત્યંત આવશ્યક છે.
હીરા ઉદ્યોગક્ષેત્રે ટાણા પંથકમાં ટાણા ગામ અગ્રેસર છે અહીં આજુબાજુના ભાંખલ, થાળા, બેકડી,વરલ, સરકડિયા (ટાણા), ઢુંઢસર, ગુંદાળા (ટાણા), લવરડા, બુઢણા, મઢડા, કનાડ, ખારી, સખવદર, લીંબડધાર સહિતના ગામેથી રત્નકલાકારો પોતાની આજીવિકા માટે ટાણા આવે છે. ઉપરાંત ટાણામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલો આવેલી છે. પેટ્રોલ પંપો છે. વિવિધ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંકુલો છે તેમજ વિકસતા જતાં અન્ય ઉધોગ ધંધા છે. ટાણા ગામની વસતી પણ 12000 જેટલી છે.
ફોલ્ટ આવે ત્યારે રીપેરીંગમાં લાગે છે લાંબો સમય
જયારે વીજ પુરવઠો ખોરવાઇ જાય ત્યારે ટાણા ગામને સિહોર રૂરલની વીજ કચેરી લાગુ પડે ત્યાંથી કર્મચારીઓ રિપેરીંગ માટે આવે અને ત્યાં સુધીમાં લાંબો સમય પસાર થઇ જાય છે. આથી ટાણામાં જ જો વીજ કચેરીનું સબ ડિવિઝન હોય તો તાત્કાલિક ધોરણે વીજ સમસ્યાનું નિરાકરણ આવે અને ટાણા પંથકના અન્ય ગામોને પણ તેનો લાભ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.