તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ખેડૂત વર્ગને આર્થિક રીતે પાયમાલ કરનારો કૃષિ સેવા વટહૂકમ રદ કરો, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર મામલતદારને આવેદન અપાયું

સિહોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતર કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધી કાયદાઓ બનાવ્યા છે. જેમાં આવશ્યક ચીજોના કાયદામાં સંશોધન 2020 (2) એપીએમસી બજાર સમિતિ દ્વારા વટહુકમ કૃષિ ઉપજ વાણિજય અને વેપાર પર સંવર્ધન અને સુવિધા વટહુકમ 2020 અને કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી 2020. આ કાયદાઓ માટે દેશના કોઇપણ ખેડૂત, ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો દ્વારા માંગ કરાઇ નથી. તેમજ કાયદાઓ બનાવતી વખતે કોઇ જાગૃત ખેડૂતો, ખેડૂત આગેવાનો,ખેડૂત સંગઠનો પાસે કોઇ સૂચન કે અભિપ્રાય લીધેલ નથી અને ભારત દેશના સંઘ રાજયો સાથે પણ ચર્ચા –વિચારણા કરવામાં આવી નથી.આથી દેશના ખેડૂતો આ કાયદાથી ખેતીનું કંપનીકરણ થશે અને ભવિષ્યમાં ખેડૂતો પર ગંભીર આર્થિક અસરો થવાની ભીતિથી મુંઝવણ અનુભવી રહ્યા છે.

આ કાયદાઓમાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી 22 પ્રકારની ખેતીની જણસીઓને આવશ્યક ચીજના દરજ્જામાંથી બાકાત કરવામાં આવતા તેના પર સરકારી નિયંત્રણ નહીં રહેતા કંપનીઓનું નિયંત્રણ આવી શકે છે. આથી ખેત પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે. કરાર આધારિત ખેતી કાયદાથી ખેડૂતોની જમીન કોર્પોરેટ કંપનીઓના નિયંત્રણમાં આવી જશે.

જેનાથી દેશની આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતોની આત્મ નિર્ભરતા તૂટી જશે અને માત્ર નફા આધારિત ઉત્પાદનો કંપનીઓ દ્વારા થશે. આ ત્રણ કાયદાઓ ફકત અને ફકત કંપનીઓના હિતમાં બન્યા હોય એવું લાગે છે. જેમાં દૂર દૂર સુધી કંયાય ખેડૂતોનું હિત દેખાતું નથી. આથી ખેડૂતો આ કાયદાને કાળો કાયદો ગણતાં હોવાથી આવા કાયદાઓ દેશના ખેડૂતના હિતમાં રદ થવા જોઇએ. આ અંગેનું આવેદન પત્ર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર મામલતદારને પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો